Wed Sep 09 2026

Logo

નાંદેડમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી શખસની હત્યા: બે પકડાયા

2026-08-18 18:04:06
Author: Yogesh D. Patel
નાંદેડમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી શખસની હત્યા: બે પકડાયા

પ્રતીકાત્મક તસવીર


નાંદેડ: નાંદેડ જિલ્લાના જૂના ઝઘડાની અદાવત રાખીને તીક્ષ્ણ હથિયાના ઘા ઝીંકી શખસની હત્યા કરવા બદલ બે જણની ધરપકડ કરવામાં આવી હતી.જિલ્લામાં સેન્ટ્રલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોજ નજીક રવિવારે રાતે આ ઘટના બની હતી, જેમાં મૃત્યુ પામેલા શખસની ઓળખ શેખ સિરાજુદ્દીન શેખ બદ્રુદ્દીન તરીકે થઇ હતી.

શેખ સિરાજુદ્દીનનો અગાઉ એક આરોપી સાથે ઝઘડો થયો હતો, જેની અદાવત રાખીને આરોપીએ તેના મિત્ર સાથે મળીને સિરાજુદ્દીન પર હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર ઇજા પામેલા સિરાજુદ્દીનને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો, જ્યાં તેને તપાસીને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

દરમિયાન બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ આદરી હતી. સિરાજુદ્દીનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીના મિત્રની પણ બાદમાં ધરપકડ કરવામાં આવી હતી. (પીટીઆઇ)