(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂતી અને ક્રૂડ તેલના ભાવ વધી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો વધુ દબાણ હેઠળ આવતા ગઈકાલના બંધ સામે 21 પૈસા પટકાઈને અંતે 95.28ની સપાટીએ બંધ રહ્યો હતો. ફોરેક્સ ટ્રેડરોના જણાવ્યાનુસાર હાલના તબક્કે મજબૂત ડૉલર અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ વધવાની સાથે ક્રૂડ તેલમાં પણ તેજીનું વલણ રહેતું હોવાથી આગામી દિવસોમાં રૂપિયો દબાણ હેઠળ રહે તેવી શક્યતા નકારી ન શકાય.
આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના 95.07ના બંધ સામે સુધારાના અન્ડરટોને 95.01ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 95.29 અને ઉપરમાં 94.98ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે 21 પૈસાના ઘટાડા સાથે 95.28ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગઈકાલે ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો આવ્યો હતો.
તાજેતરમાં ક્રૂડ તેલના ભાવમાં તેજીનું વલણ રહેતું હોવાથી તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની અવિરત વેચવાલીનું દબાણ રહેતું હોવાથી ડૉલરમાં માગ પ્રબળ રહેતી હોવાથી સંભવિતપણે રિઝર્વ બૅન્કનો હસ્તક્ષેપ રૂપિયામાં ધોવાણ મર્યાદિત રાખી શકે છે, એમ કોટક નિઓનાં કૉમૉડિટી અને કરન્સી રિસર્ચના હેડ અનિન્દ્ય બેનર્જીએ જણાવતાં ઉમેર્યું હતું કે ભારત માટે ક્રૂડ તેલના ભાવ અને ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડની વધઘટ રૂપિયાની વધઘટ માટેના મુખ્ય પરિબળો છે.
દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા વધીને 102.40 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ 1.06 ટકા વધીને બેરલદીઠ 115.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 352.64 પૉઈન્ટનો અને 50.90 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4240.39 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ ગબડ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું. આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે 0.08 ટકા વધીને 102.40 આસપાસ અને બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ 1.06 ટકા વધીને બેરલદીઠ 115.08 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. વધુમાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે 352.64 પૉઈન્ટનો અને 50.90 પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી તેમ જ ગઈકાલે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 4240.39 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા રૂપિયો વધુ ગબડ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.