Sat Nov 07 2026

Logo

ઈઝરાયેલમાં  85 ટકા મતોની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂનું ગઠબંધન 53 બેઠકો સાથે આગળ

Tel Aviv   2026-10-28 22:40:47
Author: Chandrakant Kanoja
ઈઝરાયેલમાં  85 ટકા મતોની ગણતરી પૂર્ણ, નેતન્યાહૂનું ગઠબંધન 53 બેઠકો સાથે આગળ

તેલ અવીવ: ઈઝરાયેલમાં 27 ઑક્ટોબરના રોજ યોજાયેલી સંસદીય ચૂંટણીમાં અત્યાર સુધી કોઇ પણ ગઠબંધનને સ્પષ્ટ બહુમતી નથી મળી. જેમાં 85 ટકા મતોની ગણતરી બાદ  નેતન્યાહૂના ગઠબંધનને 53 બેઠકો, વિરોધ પક્ષોના ગઠબંધન આઈજનકોટને 48 બેઠકો અને  અરબ પક્ષોને 19 બેઠકો મળી તેવી શક્યતા છે. જોકે, આ બાદમાં આ બેઠકોમાં સામાન્ય વધારો થઇ શકે છે. સત્તા મેળવવા માટે કુલ 61 બેઠકોની જરૂર છે. જેમાં લિકૂડ સૌથી મોટો પક્ષ બનીને ઉભરી આવે તેવી શક્યતા છે. 

નિર્ણય વિરોધ પક્ષોના ગઠબંધન પર નિર્ભર 

આ દરમિયાન ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગે તમામ પક્ષોને ગઠબંધન રચવા અંગે મુક્ત મને ચર્ચામાં જોડાવા માટે અપીલ કરી છે.ઈઝરાયેલમાં ચૂંટણીના તાજેતરના આંકડાઓ વચ્ચે જોઈન્ટ લિસ્ટના સાંસદ ઓફર કાસિફે જણાવ્યું છે કે ફરીથી ચૂંટણી યોજવી એ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે એક ભેટ સમાન સાબિત થશે. તેમણે ઉમેર્યું કે હવે આ અંગેનો નિર્ણય વિરોધ પક્ષોના ગઠબંધન પર નિર્ભર છે.

ટ્રમ્પે દાવો કર્યો મના સમર્થન બાદ ચૂંટણીનું ચિત્ર બદલાયુ 

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના સમર્થનને કારણે ચૂંટણીમાં વડાપ્રધાન નેતન્યાહૂને ફાયદો થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ'  પર એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેમના સમર્થન બાદ ચૂંટણીનું ચિત્ર બદલાઈ ગયું હતું. ટેક્સાસમાં એક રેલી બાદ પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, શરૂઆતી સર્વેક્ષણોમાં નેતન્યાહૂ સારું પ્રદર્શન કરી રહ્યા હતા અને તેમના સમર્થનથી તેમને મોટો વેગ મળ્યો. ટ્રમ્પે ઉલ્લેખ કર્યો કે તેમણે હજુ સુધી નેતન્યાહૂ સાથે વાત નથી કરી. 

ઈઝરાયેલમાં  77.7  ટકા મતદાન નોંધાયું  હતું 

ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલની સેન્ટ્રલ ઈલેક્શન્સ કમિટી અનુસાર, આ વખતે 77.7  ટકા મતદાન નોંધાયું હતું. બે દાયકાથી વધુ સમયમાં આ સૌથી ઊંચો આંકડો છે. વર્ષ 2022ની ચૂંટણીની સરખામણીમાં આ મતદાન આશરે  7 ટકા  વધારે હતું