Tue Apr 21 2026

Logo

રસોઈ બનાવવા માટે માત્ર એલપીજી સિલિન્ડરનો જ ઉપયોગ કેમ થાય છે? કેમ બીજા ગેસ નથી વપરાતા? 99 ટકા લોકોને નથી ખબર કારણ...

2026-03-12 15:58:41
Author: Darshana Visaria
Article Image

હાલમાં મિડલ ઈસ્ટમાં ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ફાટી નીકળેલાં યુદ્ધને કારણે ક્રુડ ઓઈલ બાદ હવે ગેસની અછત વર્તાવવા લાગી છે. દેશ સહિત રાજ્ય વાયુ પ્રદૂષણ ઘટાડવા અને રસોડામાં સુવિધા વધારવા માટે આપણે વર્ષોથી લિક્વિડ પેટ્રોલિયમ ગેસ (LPG)નો ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રસોઈ માટે માત્ર એલપીજી જ કેમ વપરાય છે? બીજા કોઈ ગેસ કેમ નહીં? ચાલો આજે આ સ્ટોરીમાં તમને એ વિશે જણાવીએ... 

વાત કરીએ રાંધણ ગેસ કે કૂકિંગ ગેસ તરીકે એલપીજીનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે અને બીજા કોઈ ગેસનો ઉપયોગ કેમ નથી કરવામાં આવતો એની તો એની માટે જાત જાતના કારણો જવાબદાર છે. ચાલો આજે આપણે આ સ્ટોરીમાં આ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. 

સ્ટોરેજ કરવું છે સિમ્પલ

એલપીજીની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને સામાન્ય તાપમાને અને મધ્યમ દબાણ (Pressure) હેઠળ સરળતાથી પ્રવાહી સ્વરૂપમાં ફેરવી શકાય છે. આ કારણે જ નાના સિલિન્ડરમાં મોટી માત્રામાં ગેસ ભરી શકાય છે અને તેને દૂરના સ્થળોએ પહોંચાડવો સરળ બને છે.

હાઈ એનર્જી વેલ્યુ છે એલપીજી

વાત કરીએ એલપીજી જ કેમ કૂકિંગ ગેસ તરીકે વપરાય છે એની તો એલપીજીનું કેલરીફિક મૂલ્ય (Energy Content) ખૂબ જ વધારે હોય છે. એટલે કે, ખૂબ ઓછા ગેસમાં તમે વધારે રસોઈ બનાવી શકો છો. આ સિવાય તે અન્ય બળતણ કરતાં વધારે ઝડપથી ગરમી આપે છે, જેથી રસોઈ જલદીથી ચડી જાય છે. 

સૌથી સ્વચ્છ ઈંધણ છે એલપીજી ગેસ

જી હા, જ્યારે પણ તમે એલપીજીને સળગાવો છે, ત્યારે અન્ય ઈંધણ જેમ કે લાકડા કે પછી કોલસાની જેમ તેમાંથી ધુમાડો, રાખ કે હાનિકારક અવશેષો કંઈ જ છોડતું નથી કે શેષ રહેતું નથી. એલપીજી ગેસ સંપૂર્ણપણ બળે છે, જેને કારણે વાસણો કાળા ડાઘ પમ પડતા નથી અને રસોડાનું વાતાવરણ સ્વચ્છ રહે છે.

સુરક્ષા અને ગંધ પણ છે મહત્ત્વની

શુદ્ધ LPG ગંધહીન હોય છે, પરંતુ સુરક્ષાના કારણોસર તેમાં 'ઈથાઈલ મર્કપ્ટન' (Ethyl Mercaptan) નામનું કેમિકલ ઉમેરવામાં આવે છે. આ તીવ્ર ગંધને કારણે જો ગેસ લીક થાય, તો તરત જ ખબર પડી જાય છે અને મોટી દુર્ઘટના ટાળવા માટેના યોગ્ય પગલાંઓ ઉઠાવી શકાય. 

પર્યાવરણને અનુકૂળ

આ સિવાય રાંધણ ગેસમાં એલપીજીનો ઉપયોગ કરવાનું મુખ્ય કારણ એટલે અશ્મિભૂત બળતણની સરખામણીમાં એલપીજીમાંથી કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે, જે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.

છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં પણ ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી અનોખી અને કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.