Sat Jun 06 2026

Logo

આવતીકાલે પશ્ચિમ રેલવેમાં પાંચ કલાકનો જમ્બો બ્લોક, આ સમાચાર વાંચીને જ બહાર નીકળજો...

2026-06-06 17:40:29
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: પશ્ચિમ રેલવે દ્વારા સિગ્નલિંગ સિસ્ટમ અને ઓવરહેડ ઉપકરણોની તપાસના હેતુથી ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઈન પર જમ્બો બ્લોક રાખવામાં આવશે. આ બ્લોકનો સમયગાળો સવારે 10.35થી બપોરે 15.35 વાગ્યા સુધી એમ કુલ પાંચ કલાક માટે બ્લોક રહેશે.
 
વેસ્ટર્ન રેલવેના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન રેલવે દ્વારા સપ્તાહના અંતે બ્લોક જાહેર કરવામાં આવે છે, જેના લીધે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 

પ્રવાસીઓને આ સપ્તાહ દરમિયાન પણ બ્લોકના લીધે અવરજવર માટે મુશ્કેલી પડશે. બ્લોકના સમયગાળા દરમિયાન સ્લો લાઈનની બધી ટ્રેનો ચર્ચગેટ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનો વચ્ચે ફાસ્ટ લાઈનો પર દોડાવવામાં આવશે. આ સિવાય આ બ્લોકના કારણે અમુક અપ અને ડાઉન ઉપનગરીય સેવાઓ બંધ રહેશે. 

જયારે બીજી તરફ ચર્ચગેટ તરફ જનારી અમુક ટ્રેનો બાંદ્રા અને દાદર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. અને ત્યાંથી ફરી રીટર્ન ચલાવવામાં આવશે. અસર થયેલી દરેક ટ્રેનોની યાદી દરેક સ્ટેશન પરથી સ્ટેશન માસ્ટરો પાસેથી મળી જશે.