Thu Jul 23 2026

Logo

ફોકસઃ સ્નેહની સરવાણી: લીલુંછમ લગ્નજીવન

2026-07-23 10:41:00
Author: Mayur Patel
Article Image

ઝુબૈદા વલિયાણી

લગ્ન વિશે ઘણી કહેવતો છે તેમાં એક કહેવત એ પણ છે કે
- ‘શાદી કા લડ્ડુ જો ખાયે વો ભી પછતાયે ન ખાયે વો ભી પછતાયે.’

- ઘણી વખત આપણે વાસ્તવિક લાઇફમાં જોતા હોઈએ છીએ; લગ્નને વર્ષો વીતી ગયાં હોય તો શાદીનો લાડુ ખાઈને પસ્તાવવાનો જ વારો આવે છે,
- પણ જો આ સંબંધમાં બંને એકબીજાના માનસને સારી રીતે સમજી લે તો લગ્નજીવન મધુરતાથી સભર બની જાય છે.
- ગૃહસ્થ જીવનને સુખમય બનાવવા માટે જો થોડી ઉદારતા અને સમાધાનની વૃત્તિ રાખવામાં આવે તો સંબંધોની કડવાશને મીઠાશમાં પરિવર્તિત કરી શકાય છે.

- જોકે આમ તો દરેક સંબંધને સાચવવા માટે થોડું ઘણું ઍડ્જસ્ટમેન્ટ કરવું જરૂરી છે.
- સંબંધો વિશે ગુજરાતી કવિ હરીન્દ્ર દવે સાહેબે બહુ સરસ કહ્યું છે કે
- કોઈનો પ્રેમ ક્યારેય ઓછો હોતો નથી, પણ આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.

- આ પક્તિ અન્ય સંબંધોની સાથે લગ્નજીવનને પણ એટલી જ લાગુ પડે છે.
- લાડકી પૂર્તિના વહાલા વાચક મિત્રો!
- સંબંધોને અપેક્ષાનો એટલો બધો લૂણો લાગવા ન દો કે સંબંધો દિવસે ને દિવસે ખોખલા બનતા જાય.

- અપેક્ષાઓ સિવાય પણ આવા ઘણા મુદ્દા છે જે લગ્નજીવનમાં કડવાશ ભરી શકે છે.
- અહં,
- શંકાશીલ સ્વભાવ,
- ગુસ્સાવાળો મિજાજ,
- જતું ન કરવાની વૃત્તિ

- વગેરે બાબતો સંબંધને ખીલવા નથી દેતી કે સારી રીતે જીવવા દેતી નથી.
- તો સૌપ્રથમ એ વાત જાણી લઈએ કે લગ્નજીવનમાં શું ન કરવું.
- મૅરેજ લાઇફમાં અનેક પ્રશ્ર્નો આવતા હોય છે.
- દરેક રસ્તા સરળ હોતા નથી.

- લગ્નજીવનમાં જો કોઈ મુશ્કેલી ઊભી થાય કે અચાનક કોઈ પ્રશ્ર્નો ઊભા થાય ત્યારે ક્યારેક પતિ કે પત્નીએ એકબીજા પર દોષારોપણ કરવું જોઈએ નહીં
- એક વાત યાદ રાખો કે આ કોઈ કોર્ટ નથી કે જ્યાં તમારે દલીલો કરીને સચ્ચાઈ સાબિત કરવાની છે.

- માત્ર પ્રશ્નના નિરાકરણ પર ધ્યાન આપો અને તેને ઉકેલવાનો પ્રયાસ કરો.
- એકબીજા પર દોષારોપણ કરવાથી સંબંધો કડવાશથી ભરાઈ જાય છે.
- લગ્નજીવન બંને વ્યક્તિથી બને છે, જેથી જ્યારે પણ વિચાર કરો બંનેનો સાથે કરો.
- ક્યારેય કંઈ પણ એકલા માટે ન વિચારો.
- લગ્ન પછી સ્વાર્થને ક્યાંય સ્થાન નથી હોતું.
- આપણી ભારતીય સંસ્કૃતિમાં પત્નીને અર્ધાંગિની કહેવામાં આવે છે.

- પતિ-પત્નીને જ્યારે અલગ અલગ વ્યક્તિ તરીકે ન જોતાં એક જ સમજવામાં આવે છે ત્યારે જો પતિ કે પત્નીમાં કોઈ પણ સ્વાર્થી બનીને વિચારશે તો ચોક્કસ સંઘર્ષો ઊભા થશે.
- કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ હોતો નથી.
- દરેકમાં કોઈ ને કોઈ ખામી હોય છે.

- જે રીતે તમે તમારા લાઇફ પાર્ટનરની ખૂબીની તારીફ -પ્રશંસા કરો છો તેવી જ રીતે તેમની ખામીને પણ સ્વીકારો. ઠીક છે, તમે થોડો સમય તેમની ખામીને દૂર કરવા માટે પ્રયાસ કરો, બની શકે કે લાઇફ પાર્ટનર પણ તેના પાર્ટનરને અનુકૂળ થવા માટે તેની પોતામાં રહેલી ખામીને દૂર કરી દે, પરંતુ લગ્નજીવનનાં વર્ષો વીતી ગયા બાદ પણ લાઇફ પાર્ટનરની ખામી દૂર ન થાય ત્યારે તેને એ જ સ્વરૂપે સ્વીકારી લેવી જોઈએ.

- લાકડી પૂર્તિના પ્રિય વાચકો!

- જો તમે તેમની ખામીને જીવનભર પૉઇન્ટઆઉટ કરતા રહેશો તો સંબંધોને સારી રીતે જાળવી નહીં શકો. આવું કરવાથી જિંદગીનો બધો જ સમય દલીલો કરવામાં  અને સાચું-ખોટું સાબિત કરવામાં જ જશે. પ્રસ્તુત લેખનો બીજો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાચી સ્નેહની સરવાણીને સદા હરીભરી રાખીશું.

ચિંતા કરશો નહીં:
- કેટલાક મનુષ્યો કહે છે કે ‘મને શું થાય છે એની ચિંતા હું કરતો નથી, પણ હું તો બીજા માટે ચિંતા કરું છું.’
- આ એક મોટું અજ્ઞાન છે...!
- આમ કહેનાર પોતાની જાતને-સ્વયં પોતાને જ છેતરતો હોય છે.