Mon Oct 05 2026

Logo

માત્ર બે ફિલ્મોએ બદલી નાખ્યું કરિયર! 2026ની સૌથી મોટી બોક્સ ઓફિસ ક્વીન કોણ?

New York   2026-07-22 22:28:24
Author: Mumbai Samachar Team
માત્ર બે ફિલ્મોએ બદલી નાખ્યું કરિયર! 2026ની સૌથી મોટી બોક્સ ઓફિસ ક્વીન કોણ?

ન્યૂયોર્કઃ એક ખાસ અભિનેત્રી હાલમાં બોક્સ ઓફિસ પર છવાઈ ગઈ છે એવું કહીએ તો પણ ખોટું નથી. તેની બે મોટી ફિલ્મો દુનિયાભરમાં રેકોર્ડબ્રેક કમાણી કરી રહી છે, જેના કારણે તે વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી અભિનેત્રી બની શકે છે. આ સ્ટાર બીજું કોઈ નહીં પણ હોલીવુડ અભિનેત્રી એન હેથવે છે. તેની બે મોટી રિલીઝ - ક્રિસ્ટોફર નોલાનની 'ધ ઓડિસી' અને 'ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2'એ ફક્ત ત્રણ દિવસમાં આશરે ₹3,200 કરોડની કમાણી કરી છે.

બેસ્ટ ઓપનિંગ ફિલ્મ બની
આ સાથે અભિનેત્રી એન હેથવે સૌથી મોટી વીકએન્ડ ઓપનિંગ ધરાવતી ફિલ્મ અભિનેત્રી બની ગઈ છે.તેની બે ફિલ્મો હજુ સુધી બોક્સ ઓફિસ પર રિલીઝ થવાની બાકી છે. ખાસવાત એ છે કે, 'ધ ઓડિસી'માં તેના અભિનયના વખાણ થઈ રહ્યા છે.₹2,400 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ કમાણીનો નવો રેકોર્ડ બનાવે તેવી અપેક્ષા છે. ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ 'ધ ઓડિસી' એ વિશ્વભરમાં ઓપનિંગ વીકેન્ડમાં $264 મિલિયન (આશરે ₹2,542 કરોડ) નું કલેક્શન કરી ચૂકી છે. ફિલ્મમાં એન હેથવેએ ક્વીન પેનેલોપની ભૂમિકા ભજવી હતી. તેમનો અભિનય એટલો દમદાર હતો કે તેને દુનિયાભરમાંથી બેસ્ટ કોમ્પિમેન્ટ મળી રહ્યા છે. તે પાત્રમાં સંપૂર્ણપણે ડૂબેલી દેખાઈ છે. 'ધ ઓડિસી' એ અત્યાર સુધીમાં બોક્સ ઓફિસ પર ₹2,720 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનું દિગ્દર્શન ક્રિસ્ટોફર નોલાન દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં મેટ ડેમન અને ટોમ હોલેન્ડ જેવા સ્ટાર્સ મુખ્ય ભૂમિકામાં છે.

કરોડો રૂપિયાની આવક
ફિલ્મ 'ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2' ની વાત કરીએ તો, શરૂઆતના સપ્તાહના અંતે $233.6 મિલિયન (આશરે ₹2,250 કરોડ) ની કમાણી કરી હતી. તે 2026 ની સૌથી મોટી હિટ સિક્વલ તરીકે ઉભરી છે. આ ફિલ્મમાં એન હેથવે સાથે મેરિલ સ્ટ્રીપ, એમિલી બ્લન્ટ અને સ્ટેનલી ટુચી છે અને તેનું દિગ્દર્શન ડેવિડ ફ્રેન્કલ દ્વારા કરવામાં આવ્યું હતું. તે 1 મે, 2026 ના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં $690 મિલિયન (આશરે ₹7,168 કરોડ) ની કમાણી કરી છે અને તે $100 મિલિયન (આશરે ₹969 કરોડ) ના બજેટમાં બની હોવાનું માનવામાં આવે છે. ઓસ્કાર વિજેતા અભિનેત્રી એન હેથવે આ વર્ષે પાંચ મોટી ફિલ્મોમાં દેખાશે. તેની શરૂઆત A24 ની 'મધર મેરી' થી થશે, ત્યારબાદ 'ધ ડેવિલ વિયર્સ પ્રાડા 2' માં એન્ડી સૅક્સની ધમાકેદાર વાપસી થશે. તે ક્રિસ્ટોફર નોલાનની 'ધ ઓડિસી' માં પેનેલોપ તરીકે એક મહાકાવ્ય યાત્રા શરૂ કરશે અને 'ધ એન્ડ ઓફ ઓક સ્ટ્રીટ' અને કોલીન હૂવરની 'વેરિટી' માં રોમાંચક ભૂમિકાઓ ભજવશે.