Wed Sep 09 2026

Logo

પેપર લીક કરનારાઓને કડક સજા આપવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થપાશે, પીએમ મોદીએ કરી મોટી જાહેરાત

2026-07-23 09:59:00
Author: Vimal Prajapati
પેપર લીક કરનારાઓને કડક સજા આપવા ફાસ્ટ-ટ્રેક કોર્ટ સ્થપાશે, પીએમ મોદીએ કરી મોટી જાહેરાત

નવી દિલ્હીઃ નીટ પેપર લીક થયું તે પછી જંતર મંતર પર છેલ્લા કેટલાય દિવસોથી પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમિયાન હિંસા થઈ હોવાની પણ તસવીરો પ્રકાશમાં આવી હતી. તેવામાં હવે પીએમ મોદીએ એક મોટી જાહેરાત કરી છે. પેપર લીક મામલે જાહેરાત કરતા પીએમ મોદીએ આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જાહેરાત કરી દીધી છે. પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરીને સત્તાવાર રીતે જાહેરાત કરી છે. આ સાથે પેપર લીક મામલે સંબંધિત વિભાગોને પણ કાર્યવાહી કરવા માટે પીએમ મોદીએ નિર્દેશ આપ્યો છે.

પેપર લીકના કેસો મામલે પીએમ મોદીએ કરી જાહેરાત

એક્સ પર પોસ્ટ કરતા પીએમ મોદીએ લખ્યું કે, યુવાનોના ભવિષ્ય સાથે રમત કરનાર કોઈપણને બક્ષવામાં આવશે નહીં. દેશના યુવાનોનું કલ્યાણ અને તેમનું ભવિષ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પેપર લીકના તમામ કેસોમાં ગુનેગારોને વહેલી તકે કડકમાં કડક સજા થાય તે માટે કેસોના ઝડપી નિકાલ માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે. આ અંગે સંબંધિત વિભાગોએ જરૂરી કાર્યવાહી સુનિશ્ચિત કરવાની સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતોની સુરક્ષા માટે સરકાર દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણયોની શ્રેણીમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.

 

પીએમ મોદીએ આ નિર્ણયને વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા લેવામાં આવી રહેલા શ્રેણીબદ્ધ પગલાંના ભાગ રૂપે વર્ણવ્યો છે. આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતોનું રક્ષણ કરવા માટે સરકારના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. મૂળ વાત એ છે કે, યુવાનોના ભાવિ સાથે ખિલવાડ કરનારા તત્વોને પીએમ મોદીએ સાફ શબ્દોમાં ચેતવણી આપી છે કે, તેમને કોઈ પણ કાળે છોડવામાં આવશે નહીં. એટલે હવે કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે.