Thu Jul 23 2026

Logo

જોધપુરમાં જનમટીપ ભોગવી રહેલી સીમાનાં બીજા કેદી મૂલારામ સાથે જેલમાં જ લગ્ન, બંને કેમ જેલમાં છે ?

2026-07-23 10:53:00
Author: Vimal Prajapati
Article Image

જોધપુરઃ રાજસ્થાનની જેલમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં જેલામાં બે કેદીઓના લગ્ન થયા હોવાની પહેલી ઘટના બની છે. ઘટના એવી છે કે, બે અલગ અલગ કેસમાં સભા ભોગવી રહેલા કેદીઓએ લગ્ન કરીને એક નવો રાહ ચિંધ્યો છે. હાઈકોર્ટની મંજૂરીથી જેલમાં આ લગ્ન કરવામાં આવ્યાં છે. જોધપુરના મંડોરમાં આવેલ ઓપર જેલ પરિસરમાં મૂલારામ અને સીમાના વૈદિક મંત્રોચ્ચાર અને સાત ફેરા સાથે લગ્ન સંપન્ન થયાં છે. 

આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીઓએ કર્યાં લગ્ન

વિગતે વાત કરવામાં આવે તો, મૂલારામે કોઈ જમીન વિવાદમાં પાડોશીની હત્યા કરી નાખી હતી. તે કેસમાં મૂલારામને આજીવન કેદની સજા થઈ હતી. જ્યારે સીમાને પોતાના જ પતિની હત્યાના કેસમાં આજીવન કેદની સજા થઈ હતી. બંને કેદીઓ આ જેલમાં આજીનવ કેદની સજા ભોગવી રહ્યાં છે. અત્યારે આ બંને લગ્નના સંબંધે બંધાઈ ગયાં છે. રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા સુધારાત્મક ન્યાય વ્યવસ્થાને ધ્યાને રાખતા આ લગ્ન માટે મંજૂરી આપવામાં આવી હતી. લગ્ન અને પ્રજનન સંબંધિત કેદીઓના અધિકારો માટે બંધારણના અનુચ્છેદ 21માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે, આ અનુચ્છેદના પ્રવાધાન પ્રમાણે હાઈકોર્ટ દ્વારા આવો આદેશ આપવામાં આવ્યો હતો. 

આ લગ્નને એક ઉદાહરણ તરીકે જોવામાં આવે છે કે કેવી રીતે સુધારાત્મક ન્યાય વ્યવસ્થા ફક્ત સજા સુધી મર્યાદિત નથી, પરંતુ કેદીઓના પુનર્વસન અને સામાજિક પુનઃમિલનમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, જે તેમને નવેસરથી ગૌરવપૂર્ણ જીવન શરૂ કરવાની તક આપે છે તેવું કાયદા નિષ્ણાતોનું માનવું છે. 
 

આ કેદીઓના લગ્ન દરમિયાન બંને પક્ષોના પરિવારના સભ્યો, સંબંધીઓ અને નજીકના સાથીઓએ લગ્ન સમારોહમાં હાજરી આપી હતી. લગ્ન પરંપરાગત રિવાજો અનુસાર, જેલ પરિસરમાં તમામ વિધિઓ સાથે પૂર્ણ કરવામાં આવ્યા હતા. બધાએ નવદંપતીઓને સુખી લગ્ન જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ લગ્ન ઓપન જેલમાં કરવામાં આવ્યાં હતાં.

શું આજીનવ કેદના કેદીઓ જેલમાં લગ્ન કરી શકે?

બંધારણની કલમ 21 હેઠળ જોગવાઈ પ્રમાણે લગ્ન થઈ શકે છે. લગ્નમાં હાજરી આપનારા હાઈકોર્ટના વકીલ સ્વપ્ન ચૌહાણે સમજાવ્યું કે બંધારણની કલમ 21 હેઠળ આવા નિર્ણયો લઈ શકાય છે. આ આધારે કોર્ટે મૂલારામ અને સીમાને લગ્નજીવન જીવવાની પરવાનગી આપી હતી અને તેમના લગ્ન આજે થયા હતા. નાગૌર જિલ્લાના રહેવાસી સબ-ઈન્સ્પેક્ટર લાલા રામ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેઓ પણ એક સમયે ત્યાં કેદી હતા; હાઈકોર્ટે તેમની સજા રદ કરી હતી. તેઓ આજે તેમના નવા જીવનની શરૂઆત કરવા માટે લગ્નમાં હાજરી આપી હતી.