Wed Jul 22 2026

Logo

'3 ઈડિયટ્સ' ફરી રિલીઝ થવા અંગે વિધુ વિનોદ ચોપરાએ કરી સ્પષ્ટતા, જાણો હકીકત

2026-07-22 17:32:55
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈ: બોલીવુડના મિસ્ટર પર્ફેક્શનિસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' સિનેમાઘરોમાં ફરી રિલીઝ થવાની ખબરો વાયુવેગે ફેલાઈ રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ ચર્ચાએ વેગ પકડ્યો છે કે 2009ની બ્લોક બસ્ટર ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' ટીચર્સ ડેના દિવસે ફરી એકવાર રિલીઝ થઈ શકે છે. 

હાલમાં વિદ્યાર્થીઓના ચાલી રહેલા વિરોધ પ્રદર્શન અને આમિર ખાનના આ નિવેદનને કે ફિલ્મ હકીકતમાં શિક્ષણવિદ સોનમ વાંગચૂક પર આધારિત નહોતી, તે ચર્ચાને વેગ આપ્યો હતો. બીજી તરફ મેકર્સે '3 ઈડિયટ્સ'ની રી-રિલીઝની આ ખબરો પર પ્રતિક્રિયા આપતા અટકળો પર રોક લગાવી હતી. 

ફિલ્મના દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરાએ આ ફિલ્મ રી-રિલીઝ થવાના દાવાઓને ફગાવ્યા હતા. તેમણે લખ્યું હતું કે 'હાલમાં જ મીડિયામાં આવેલી આ ફિલ્મની રી-રિલીઝની ખબરોથી તેઓ સ્પષ્ટ કરવા માંગતા હતા કે આ દરેક ખબરો તથ્યહીન અને ખોટી છે.'

તેમણે મીડિયાને સૂચવ્યું હતું કે તેઓ ફક્ત તેમના અધિકૃત ચેનલોથી મળેલ જાણકારી પર જ વિશ્વાસ કરે. પ્રોડક્શન હાઉસે લખ્યું હતું કે, 'અમે મીડિયાના લોકો અને ચાહકોને અપીલ કરીએ છે કે તેઓ ફક્ત 'વિધુ વિનોદ ચોપરા ફિલ્મ્સ'ના માન્ય ચેનલો પર કરવામાં આવેલી જાહેરાત પર જ વિશ્વાસ કરે.'

ફિલ્મ 'થ્રી ઈડિયટ્સ' વિશે

રાજકુમાર હીરાનીની ડાયરેક્ટ કરવામાં આવેલી ફિલ્મ '3 ઈડિયટ્સ' ના રિલીઝના સમયે દર્શકો અને ક્રિટીક્સ બંનેએ ખૂબ પસંદ કરી હતી. આ ફિલ્મ ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ પર આધારિત હતી. આ મજેદાર કોમેડી ફિલ્મમાં આમિર ખાન સિવાય આર માધવન, શર્મન જોશી, કરીના કપૂર ખાન, બોમન ઈરાની અને મોના સિંહે મહત્વના પાત્ર ભજવ્યા હતા. 

'3 ઈડિયટ્સ'નો બોક્સઓફિસ રિપોર્ટ 

આ ફિલ્મ 17 વર્ષ પહેલા 25 ડિસેમ્બર 2009એ રીલિઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ઢગલાબંધ કમાણી કરી હતી. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ 55 કરોડના ખર્ચે બની હતી અને આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડનું કલેક્શન કર્યું હતું. 

આમિર ખાને કહ્યું હતું કે સોનમ વાંગચુકના જીવનથી પ્રેરિત આ ફિલ્મ નહોતી. મળતી વિગતો મુજબ 'થ્રી ઈડિયટ્સ' ફિલ્મ હાલમાં જ ચર્ચિત થઈ હતી જયારે નીટ પેપર લીકની બાબતે સોનમ વાંગચૂક દિલ્લીના જંતર-મંતર પર ભૂખ હડતાલ કરી  રહ્યા હતા, જયારે તેને લઈને આમિર ખાને પોતાનું નિવેદન આપ્યું હતું. લોકોનું માનવું છે કે આ ફિલ્મનું આમિર ખાનનું રેન્ચોનું પાત્ર સોનમ વાંગચુકથી પ્રેરિત હતું. પરંતુ બાદમાં આમિર દ્વારા આ બાબતની સ્પષ્ટતા કરવામાં આવી હતી.