Mon Aug 31 2026

Logo
ai generated images

ઉડતું આવ્યું મોતઃ સોડા શૉપનું સિલિન્ડર ફાટ્યું ને 800 મીટર દૂર કામ કરતા મજૂરનો જીવ ગયો

2026-05-17 19:40:38
Author: Pooja Shah
ઉડતું આવ્યું મોતઃ સોડા શૉપનું સિલિન્ડર ફાટ્યું ને 800 મીટર દૂર કામ કરતા મજૂરનો જીવ ગયો

અમદાવાદઃ મોત ક્યારે કેવી રીતે આવે તે કોઈને સમજાતું નથી. આવી જ આશ્ચર્ય પમાડતી ઘટના વડોદરામાં બની હતી. અહીં 700થી 800 કિમી દૂર બનેલી એક દુઘટનાનો ભોગ એક વેલ્ડિંગ કામ કરતો મજૂર બન્યો હતો. 
આ અંગે મળતી જાણકારી અનુસાર લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન હદ હેઠળના કન્ટેનર પાર્ક ફૂડ ઝોનમાં આવેલી ફાઉન્ટેન સોડાની દુકાનમાં બપોરે લગભગ 12.30 વાગ્યે સફાઈનું કામ ચાલી રહ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન, ફાઉન્ટેન સોડા બનાવવા માટે વપરાતો કાર્બન ડાયોક્સાઇડ સિલિન્ડર ભારે ગરમી વચ્ચે ખુલ્લામાં છોડી દેવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે સિલિન્ડર વધુ ગરમ થઈ ગયું હતું અને એક પ્રચંડ ધડાકા સાથે વિસ્ફોટ થયો હતો.
આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે  સિલિન્ડર હવામાં ઉછળીને  શ્રીકુંજ ગ્રીન્સ સોસાયટીમાં પડ્યું હતું. કમનસીબે આ સોસાયટીમાં બી-46 નંબરના ઘરમાં ઉત્તર પ્રદેશના બે મજૂરો છત પર વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે ઉડતો કાટમાળ તેમના પર પડ્યો હતો. જેમાં મુકેશ રામસ્વરૂપ ગિરી (36) ને છાતીમાં ગંભીર ઈજા થતાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક કામદાર ધર્મેન્દ્ર ગિરીને સામાન્ય ઈજા થઈ હતી અને તેને તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

પોલીસે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો હતો અને ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.