Wed Sep 02 2026

Logo

દિલ્હીમાં 47 લાખ, મહારાષ્ટ્રના SIR ડ્રાફ્ટ રોલથી 2 કરોડ 7 લાખ વોટર્સના નામ કપાયા, આ રીતે કરો ચેક

2026-08-31 14:51:00
Author: Mumbai Samachar Team
દિલ્હીમાં 47 લાખ, મહારાષ્ટ્રના SIR ડ્રાફ્ટ રોલથી 2 કરોડ 7 લાખ વોટર્સના નામ કપાયા, આ રીતે કરો ચેક

મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવીઝન એટલે કે SIR હેઠળ આજે 31 ઓગસ્ટે ડ્રાફ્ટ વોટર રોલ જારી કરી દેવામાં આવ્યો છે. ઘેર-ઘેર જઇને ચકાસણી , ડિજિટાઇજેશન માટે ફોર્મ જમા ન થવા અને અન્ય ટેકનિકલ કારણોથી મોટી સંખ્યામાં મતદાતાઓના નામ હાલ ડ્રાફ્ટ લિસ્ટમાં સામેલ નથી થઇ શક્યા. તેમાં અનુપસ્થિતિ, સ્થાનાંતરિત, મૃત, ડુપ્લિકેટ, વિદેશી અને અન્ય કેટેગરીના કિસ્સા પણ સામેલ છે. 

દિલ્હીમાં કુલ 1 કરોડ 45 લાખ નોંધાયેલા મતદારોમાંથી 47 લાખ 56 હજાર 722 મતદારોના નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર છે. જ્યારે, આશરે 97 લાખ 53 હજાર 507 મતદારોનો રેકોર્ડ જ ડિજિટાઈઝ થઈ શક્યો છે.

મહારાષ્ટ્રમાં પણ કુલ મતદારોમાંથી આશરે 2 કરોડ 7 લાખ મતદારોના નામ હાલમાં ડ્રાફ્ટ રોલમાં સામેલ નથી. આ મતદારોના ફોર્મ જમા થઈ શક્યા નથી અથવા તેમનો રેકોર્ડ ડિજિટાઈઝ થઈ શક્યો નથી.

ડ્રાફ્ટ મતદાર યાદીમાં જેમના નામ નથી તેઓ શું કરે?

જે લોકોના નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ થઈ શક્યા નથી, તેઓ 31 ઓગસ્ટથી 30 સપ્ટેમ્બર 2026 સુધી પોતાના દાવા અને વાંધાઓ નોંધાવી શકે છે. આ દાવાઓનું નિરાકરણ (ડિસ્પોઝલ પ્રક્રિયા) 29 ઓક્ટોબર 2026 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. ત્યારબાદ 4 નવેમ્બર 2026ના રોજ અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવશે.

જો તમારું નામ ડ્રાફ્ટ યાદીમાં નથી, તો તેનો અર્થ એવો નથી કે તમારો મત આપવાનો અધિકાર હંમેશા માટે સમાપ્ત થઈ ગયો છે. તમે તમારું નામ ફરીથી જોડવા માટે દાવો કરી શકો છો. આ માટે મહારાષ્ટ્ર અને દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની સત્તાવાર વેબસાઇટ પર જઈને ડ્રાફ્ટ રોલમાં તમારું નામ ઓનલાઇન ચકાસો.

વાંધો નોંધાવવા માટે ફોર્મ 7 નો ઉપયોગ કરો

જો નામ ગાયબ હોય, તો 30 સપ્ટેમ્બર 2026 પહેલાં ફોર્મ 6 ભરીને જરૂરી દસ્તાવેજો જમા કરાવવાની સાથે નામ ફરીથી ઉમેરવા માટે દાવો રજૂ કરી શકાય છે.