Thu Jun 25 2026

Logo

વ્હેંત છેટો મોતનો ઓછાયો  - પ્રકરણ-7

2026-04-05 08:43:13
Author: અનિલ રાવલ
Article Image

મૈં ઇતના દયાલુ નહીં હું. દયા ભી તોલમોલ કે હિસાબ સે હોની ચાહિયે...’ ગુપ્તાએ સાધુની સામે જોતાં કહ્યું.

સન્ડે ધારાવાહિક - અનિલ રાવલ

‘અજમલ અન્સારી, તૂમ ડો. અજય બંસલ બન કર જિસ લડકી કે પ્યાર કે ચક્કર મેં હો, વો મિત્સુ આનંદ દરઅસ્સલ રો કી બડી એજન્ટ હૈ. વો તુમ્હે ધોખા દે રહી હૈ...તુમ તો ઉસ સે કોઇ ખુફિયા બાતેં નહીં નીકલવા સકે વો, ઉલ્ટા ઉસને હમારી ફરીદાબાદ કી સ્લીપર સેલ કા પર્દાફાશ કરવા કે હમારે લોગોં કો પકડવાયા. તૂમ ઉસકે સાથે ઘૂમતે રહે લેકિન તૂમ કો તો યે ભી પતા ચલા કી વો લડકી કરતી ક્યા હૈ.....જાતી કહાં હૈ. અજમલ, ખતમ કરો ઉસકો....જહાં ભી મિલે જિંદા ગાડ દો ઉસે.’ મોબાઇલ ફોન કટ થયો.
****************
રાધા ડો. અજય બંસલ ઉર્ફ અજમલ અન્સારીના કારનામાને એના મોબાઇલ પર લાઇવ જોઇ રહી હતી. બિચારા ડો. અજય બંસલ નામના આશિકને ક્યાંથી ખબર હોય કે રાધાએ ઘરમાં ક્યાં ક્યાં છૂપા કેમેરાઓ ગોઠવી રાખ્યા હતા.
‘ઓ માય બેબી, તને એમ કે તૂં જ પ્રેમનું નાટક કરી જાણે છે. એ નાટકની શરૂઆત મેં જ કરેલી....સ્ક્રીપ્ટ પણ મેં જ લખેલી અને અભિનય પણ હું જ કરતી હતી...તૂ જહાં જહાં ચલેગા મેરા સાયા સાથ હોગા....’ મોબાઇલના સ્ક્રીનને જોતાં બોલીને એણે મોબાઇલ સ્વિચ ઓફ કર્યો.
******************
અજમલ અન્સારી આઇએસઆઇના અફસરના શબ્દો સાંભળીને સમસમી ઉઠ્યો હતો. રાધા એની સામે હોત તો કદાચ એ જ ક્ષણે એને ખતમ કરી દેત. એ રાધાના ઘરમાં નાનકડી ટોર્ચ ઓન-ઓફ કરતો બેસી રહ્યો... જેનો પ્રકાશ ધારી દિશા સુધી પહોંચતો નહતો. અજમલની ટોર્ચના પ્રકાશની એટલી પહોંચ નહતી. એ ધૂંઆપૂંઆ થતો બહાર આવ્યો. એણે રાધાને મોબાઇલ કોલ લગાડ્યો. રાધાને અપેક્ષા હતી જ એના કોલની. એણે ગળું ખંખેરીને ઉંઘમાંથી ઉઠી હોય એવો અવાજ કાઢ્યો. હેલો...

‘ડાર્લિંગ, ક્યાં ગુમનામ થઇ ગઇ છે તૂં....?’ થોડી વાર પહેલાં ગુસ્સામાં લાલચોળ થઇ ગયેલા અજમલ અન્સારીએ નાટકીય અવાજ કાઢ્યો.

‘ગુમનામ હૈ કોઇ બદનામ હૈ કોઇ કિસ કો ખબર કૌન હૈ વો, અન્જાન હૈ કોઇ...’ રાધાએ ગીત ગાયું. ‘ગુમનામ તું થઇ ગયો છે ને મને કહે છે...તું મને કોલ કેમ નથી કરતો.’

‘પેશન્ટ્સ બહુ વધી ગયા છે ને મારી પેશન્સ ઘટી રહી છે....તને મળવાની.’ એણે શબ્દોને રમાડ્યા.

‘બહુ જલદી મળીશું.’ રાધાએ કહ્યું.

‘ચાલ, હું જ તને મળવા આવી જાઉં છું, તું જ્યાં હો ત્યાં...’ અજમલે અવાજમાં બેતાબી બતાવી.

‘ઓ બેબી, તું મને દિલથી યાદ કરે છે એટલું ઘણું છે.’ રાધા બોલી.

‘ઓકે વેઇટ, હું તને વિડિયો કોલ કરું છું.’ રાધાને આનો પણ અંદેશો હતો.

‘ના, આટલા દિવસ કેમ ન કર્યો...જા, હવે હું તારો વિડિયો કોલ નહીં લઉં...’ રાધાએ રીસાવાનો સૂર કાઢ્યો.

‘કેમ સાથે કોઇ બોયફ્રેન્ડ છે...?’ એણે મજાક કરી.

‘હા, મારો એ બોયફ્રેન્ડ કાયમ મારી સાથે જ હોય છે.’ રાધાએ ટેબલ પર પડેલી ગોપાલાની છબી જોતાં કહ્યું. ‘ગુડ નાઇટ બેબી.’ એણે મોબાઇલ કટ કર્યો.

‘કબ તક દૂર રહોગી મેરી જાન....’ અન્સારીએ મોબાઇલ બંધ કર્યો.

બીજી બાજુ રાધાએ આઇબી ચીફ અભયસિંહ રાઠોડને કોલ કર્યો: ‘સર, અજય બંસલ આઇ મીન અજમલ અન્સારી કો મેરી અસલિયત પતા ચલ ગઇ હૈ....’

‘તૂ ફિકર મત કરો..વો હમારી રેન્જ મેં હૈ.....કભી ભી ઊઠા લેંગે.’ ફોન કટ થયા.
*************
અત્યાર સુધી દેવીપ્રસાદજીના ઘરે તાલીમના ભાગરૂપે રાધાની સામે વર્ણવતા પુરોહિતની સામે હવે એક અસલી ચહેરો આવી ગયો હતો. હુલિયા...પહેરવેશ અને વાણીથી આંજી નાખનારો એ ચહેરો રાઘવનો હતો. રાઘવ પુરોહિતની સામે ‘શુકર’ શબ્દ બોલીને થાપ ખાઇ ગયો હતો. વેશ બદલીને માણસને ભરમાવી શકાય છે, પરંતુ બોલી માણસની અસલિયત ખુલ્લી પાડી દે છે. એમાંય રણછોડે કરેલી વાતથી પુરોહિતની શંકા વધુ સંગીન બની હતી. પુરોહિત કસોટીના એરણ પર ચડવા સજ્જહતો....એવામાં રાઘવ દૂધનું કેન લઇને પુરોહિત ચાવાળા પાસે પહોંચ્યો.

‘લો આજથી દૂધની ડિલિવરી શરૂ.’ રાઘવે કહ્યું.

‘અને... આજથી તારે પહેલી ચા મારી પીવાની. પહેલી ચા ફ્રીમાં.’ પુરોહિતે એને ચાની કુલ્હડ આપી.

‘દૂધનો હિસાબ મહિને કરશું.’ રાઘવ બોલ્યો.

‘હું તારો હિસાબ તો કરીશ જ. હું મારવાડી, તું પણ મારવાડનો. આપણે હિસાબના પાક્કા. તારું વતન ક્યું.? પુરોહિતે સવાલ કર્યો.

‘મારું વતન હિન્દુસ્તાન. આપણે હમવતની.’ રાઘવે સ્માર્ટ જવાબ આપ્યો.
*************
‘અલખ નિરંજન....’ બોલીને સાધુએ ગોપાલેશ્વર મંદિરના ચાર રસ્તા પરની પાણીની પરબ પરથી કળશિયો ઉપાડીને અધરથી પાણી પીધું. ત્યાં જ ઊભા રહીને પાણી પી રહેલા શંકરે જય ગોપાલા કહ્યું. બંનેની આંખો મળી. શંકર ચાલતો થયો ને એની પાછળ પાછળ સાધુ ચાલવા લાગ્યો. શંકર ગુપ્તાની દુકાનમાં ગયો ને સાધુ અલખ નિરંજન બોલીને દુકાનની બરાબર સામે ગોઠવાઇ ગયો.
**************
પુરોહિત ગુપ્તાની દુકાને ખાંડ અને ચાની ભુક્કી લેવા ગયો. શંકર એનો સામાન જોખતો હતો ત્યાં એની નજર સાધુ પર પડી.

‘લગતા હૈ....આજ હી આયા હૈ....’ ગુપ્તા બોલ્યો.

‘પહેલે બનારસ કે મણિકર્ણિકા ઘાટ પર થા... બહુત લોગોં કા અંતિમ સંસ્કાર દેખા...બોલા અબ નહીં દેખા જાતા ઇસલિયે યહાં આ ગયા...’ શંકરે કહ્યું.

‘તુમકો કૌન બતાયા...?’ પુરોહિતે પૂછ્યું.

‘પાની કે પ્યાઉ પર મિલા થા....વહાં બાત હુઇ.’ શંકરે કહ્યું.

‘લે યે તેરા સમાન....ચાય પત્તી ઔર શક્કર.’ ગુપ્તાએ કહ્યું.

‘સમાન યહાં રખો, વાપસિ મેં લે કર જાઉંગા....ગુપ્તા, તુને ઠીક બોલા, ગોપાલેશ્વર કે ધામ મેં સબ સમા જાતે હૈ.’ પુરોહિત જતાં જતાં બોલ્યો. બાઇકની કીક મારીને સીધો શંકરના મંદિર તરફ રવાનો થયો. ગુપ્તાજીએ શંકરની સામે જોયું.
‘પુરોહિત બરાબર બોલ કે ગયો....ગોપાલશ્વર કે ધામ મેં સબ સમા જાતે હૈ...તૂઝે ભી તો આસરા ગોપાલાને દિયા.’ 
***********
(એકાદ મહિના પહેલાં...ફ્લેશ બેક)

ગુપ્તા વહેલી સવારે દૂકાન ખોલવા આવ્યો ત્યારે એક માણસ દૂકાનની બહાર સૂતો હતો....

‘એય ઉઠ...કૌન હૈ તું...યહાં ક્યું સોયા હૈ?’ ગુપ્તાએ કહ્યું.

પેલો માણસ સફાળો જાગીને બાજુમાં હટી જઇ, હાથ જોડીને માફી માગવા લાગ્યો. ગુપ્તાએ દુકાનના શટર પર બેચાર વાર નમન કરીને દૂકાન ખોલી. અંદર જઇને પૂજા કરી. પછી ઝાડુ લઇને આંગણું સાફ કરવા લાગ્યો ‘શેઠ, મુઝે દો, મૈં કરતા હું’ કહીને એના હાથમાંથી ઝાડું લઇ લીધું. આંગણું વાળી આપ્યું. ઝાડું અંદર મૂકી આવીને હાથ જોડીને જતો રહ્યો.

પેલો માણસ રોજ આ રીતે રાતે દૂકાનની બહાર સુઇ જાય...સવારે ગુપ્તા આવે તે પહેલાં ઉઠી જાય...સાફસફાઇ કરે ને હાથ જોડીને જતો રહે. માણસ મફતમાં સાફસફાઇ કરે...રાતે દૂકાનના પાટિયા પર સૂઇને દૂકાનની સલામતી રાખે. કદાચ એટલે એક દિવસ દુકાનદાર મારવાડી ગુપ્તા એની પર પ્રસન્ન થયો.

‘ઓ છોરા સૂન.’ ગુપ્તા બોલ્યો. ઝાડુ મારીને જઇ રહેલો માણસ હાથ જોડીને ઊભો રહી ગયો.

‘દૂકાન મેં કામ કરેગા?’ તેરા રહેણા, ખાણાપીણા સબ ફ્રી. માણસે ગુપ્તાને દંડવત્ કર્યા.

‘નામ ક્યા હૈ તેરા....?’ એણે પૂછ્યું.

‘શંકર....’
(ફ્લેશબેક પુરો)
*************
‘શેઠજી, આપ હી મેરે ગોપાલા હો...આપને દુકાન કે બાહર સે મુઝે અંદર લિયા....’ શંકર બોલ્યો.

‘છોરા, તુ કહેના ક્યા ચાહતા હૈ કી મેરી દુકાન કે સામને બૈઠેનેવાલે સબકો મૈં આસરા દું. મૈં ઇતના દયાલુ નહીં હું. દયા ભી તોલમોલ કે હિસાબ સે હોની ચાહિયે...’ ગુપ્તાએ સાધુની સામે જોતાં કહ્યું.
************
સાંજે રાધા ચાની ટપરી પર પહોંચી. પુરોહિતે શંકર શંભો બોલીને ચા આપી. રાધા રાત પડવાની રાહ જોતી ચા પીવા લાગી. પૈસા આપતી વખતે એણે પુરોહિતની સામે જોયું. એની આંખો આત્મવિશ્વાસથી છલકતી હતી.
**************
રાતે રાધા દેવીપ્રસાદજીનું સ્કૂટી લઇને કડકડતી ઠંડીમાં સૂસવાટા મારતા પવનને વીંઝતી શંકરના મંદિરે પહોંચી. સ્કૂટીનો અવાજ સાંભળીને મંદિરની પાછળ સૂતેલો સાધુ જાગી ગયો. બાજુમાંથી ત્રિશુલ ઉપાડીને મંદિરની દીવાલની આડમાં ઊભો રહીને હિલચાલ જોવા લાગ્યો. 
રાધાએ હેરપિન કાઢીને તકલાદી તાળું ખોલ્યું.... અંદરથી ચિઠ્ઠી કાઢીને ખિસ્સામાં મૂકી. સાધુની શેતાની નજર ચહેરો જોવા માગતી હતી, પણ એક તો ઘોરઅંધારું હતું ને રાધાનો આખો ચહેરો ઢાંકેલો હતો. રાધાએ તાળાને પ્રેસ કરીને બંધ કર્યું. સ્કૂટીને કીક મારીને નીકળી ગઇ. 
સાધુએ બહાર આવીને દાનપેટીનું તાળું જોયું.

‘કાફીરો, તુમલોગ ભગવાન કે પૈસે ભી ચુરા લેતે હો.’(ક્રમશ:)