Tue Jan 27 2026

Logo

White Logo

સુશાંત સિંહ રાજપૂત જન્મદિવસ: વાઈરલ થયો સુશાંતનો મેથ ઈક્વેશન ટી-શર્ટ વાળો લૂક, તમે જોયો કે નહીં?

6 days ago
Author: Darshna Visaria
Video

બોલીવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત એક એવો કલાકાર હતો જેની પાસે માત્ર એક્ટિંગ જ નહીં પણ વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર અને ગણિતનું ખાસ્સું એવું નોલેજ હતું. આજે 21મી જાન્યુઆરીના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનો જન્મદિવસ છે. આ દિવસે ફેન્સે સુશાંતનો એક ખાસ ફોટો શેર કર્યો છે જેમાં મેથનો એક ગૂંચવણભર્યો ગણિતનું સમીકરણ જોવા મળે છે. આ ઈક્વેશન એ માત્ર એક ઈક્વેશન નહીં પણ લાઈફની થિયરીને સમજાવે છે. ચાલો જોઈએ શું છે ખાસ સુશાંતના આ વાઈરલ થઈ રહેલાં ફોટોમાં... 

સુશાંત ઘણીવાર એવા વસ્ત્રોમાં જોવા મળતો હતો જે તેના બૌદ્ધિક સ્તરને પ્રતિબિંબિત કરતા હતા. વાયરલ ફોટામાં દેખાતી તેની 'મેથ ઈક્વેશન' ટી-શર્ટ માત્ર ફેશન નહોતી, પણ વિજ્ઞાન પ્રત્યેનો તેનો પ્રેમ દર્શાવે છે. તમને જાણીને નવાઈ લાગશે સુશાંત એન્જિનિયરિંગનો વિદ્યાર્થી હતો અને ફિઝિક્સ  તેને ઊંડો રસ હતો. અનેક વખત તે એવું કહેતો પણ ખરો કે, બ્રહ્માંડના રહસ્યો ગણિત અને વિજ્ઞાનની ભાષામાં છુપાયેલા છે.

2026માં સુશાંતના નિધનને છ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આજે 21મી જાન્યુઆરીના તેનો જન્મદિવસ છે, ત્યારે ફેન્સ પોતાના ફેવરેટ સ્ટારના જૂના સંસ્મરણો વાગોળીને તેને યાદ કરી રહ્યા છે. સુશાંત એક અચ્છો એક્ટર તો હતો જ પણ એની સાથે સાથે તેની પાસે સમજી શકે, વિચારી શકે એવું એન્જિનિયરિંગવાળું માઈન્ડ પણ હતું. 

સોશિયલ મીડિયા પર સુશાંત સિંહ રાજપૂતનો એક મેથ ઈક્વેશન હોય એવું પ્રિન્ટેડ ટીશર્ટવાળો ફોટો વાઈરલ થઈ રહ્યો છે. સુશાંતના વાઈરલ ફોટામાં એની ક્યુટ સ્માઈલ અને મેથ પ્રત્યેની જીજ્ઞાસા સ્પષ્ટ દેખાય છે. સુશાંતે પોતાની ડાયરીમાં જે ૫૦ સપનાની યાદી બનાવી હતી, એમાં પણ વિજ્ઞાન અને શિક્ષણને લગતા અનેક ગોલ તેણે સેટ કર્યા હતા. સુશાંતનો આ લૂક તેના ફેન્સને એ વાતની યાદ અપાવે છે કે સુશાંત બોલીવૂડના ગ્લેમર કરતાં પણ પુસ્તકો અને ટેલિસ્કોપની દુનિયામાં વધુ ખુશ રહેતો હતો.

https://x.com/sic_mundus__/status/1274159826843480064?s=20

ફેન્સ સુશાંત સિંહના બર્થડે પર આજે માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ એક્સ પર અને ઈન્સ્ટાગ્રામ પર #SushantSinghRajput અને #SSRBirthday ટ્રેન્ડ થઈ રહ્યા છે. ચાહકો આ વાઈરલ ટી-શર્ટવાળા ફોટા સાથે કેપ્શનમાં લખી રહ્યા છે કે, અમે એક સારો અભિનેતા ભલે ગુમાવ્યો છે, પણ સાચો જીજ્ઞાસુ અને સતત કંઈકને કંઈક નવું જાણવાની જિજ્ઞાસા ધરાવતો માણસ હંમેશા અમારી સાથે રહેશે. સુશાંતનો આ લૂક એવા તમામ યુવાનો માટે પ્રેરણા છે જેઓ શિક્ષણ અને કળા બંનેમાં રુચિ ધરાવે છે.