Mon Jun 08 2026

Logo

પાર્ટી પર કબજો મેળવવાની ગતિવિધિઓ, સુનેત્રા પવારે પટેલ-તટકરેના કાવતરાને નિષ્ફળ બનાવ્યું?

2026-03-25 19:56:45
Author: Vipul Vaidya
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના વિધાનસભ્ય રોહિત પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવાર જૂથની એનસીપીના નેતાઓ પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે પર સનસનાટીભર્યા આરોપો લગાવતાં કહ્યું હતું કે બંને નેતાઓએ એનસીપી પર કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો. 

તેમણે એવો આરોપ લગાવ્યો છે કે આ સંદર્ભમાં તેમણે ચૂંટણી પંચને પત્ર પણ લખ્યો હતો. વધુમાં, તેમણે પિયુષ ગોયલના નિવેદનનો ઉલ્લેખ કરીને પટેલ-તટકરે પર નિશાન તાક્યું હતું. રોહિત પવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, અજિત પવારના મૃત્યુ પછી (28 જાન્યુઆરી, 2026) માત્ર 18 દિવસમાં એટલે કે 16 ફેબ્રુઆરી, 2026ના રોજ, પ્રફુલ પટેલ, સુનીલ તટકરે અને બ્રિજમોહન શ્રીવાસ્તવે ચૂંટણી પંચને એક પત્ર આપ્યો હતો. આ પત્ર પર ત્રણેની સહી છે. આ પત્રમાં તેમણે એવો ખોટો દાવો કર્યો હતો કે તેમણે પાર્ટીના બંધારણમાં ફેરફાર કર્યો છે અને માગણી કરી હતી કે પાર્ટીની બધી સત્તાઓ ‘અધ્યક્ષ’ (પ્રફુલ પટેલ)ને આપવામાં આવે.

આ પત્ર લખતી વખતે, તેમણે સુનેત્રા પવાર કે પાર્થ પવારને વિશ્ર્વાસમાં લીધા ન હતા. જ્યારે સુનેત્રા પવાર પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, ત્યારે તેમને આ પત્રવ્યવહાર પર શંકા ગઈ હશે. તેથી જ તેમણે ચૂંટણી પંચને પત્ર લખીને વિનંતી કરી છે કે 28 જાન્યુઆરીથી તેમના પ્રમુખપદ સુધીનો કોઈપણ પત્રવ્યવહાર સ્વીકારવામાં ન આવે, એમ રોહિત પવારે જણાવ્યું હતું. શું રોહિત પવારના આ નિવેદનને બાદ એવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે સુનેત્રા પવારે પટેલ અને તટકરેના પાર્ટી પર કબજો જમાવવાના કાવતરાને નિષ્ફળ બનાવ્યું હતું? 

થોડા દિવસ પહેલા, અજિતદાદાના પક્ષના કેટલાક દસ્તાવેજો પ્રકાશમાં આવ્યા હતા. આ દસ્તાવેજ 10 માર્ચનો છે, અને તેમાં સુનેત્રા કાકીનું એક મહત્વપૂર્ણ વાક્ય છે. 28 જાન્યુઆરી, 2025થી, જ્યારે અજિતદાદાનો અકસ્માત થયો હતો, ત્યારથી તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા ત્યાં સુધી, ચૂંટણી પંચ સાથે જે પત્રવ્યવહાર કરવામાં આવ્યો હોય તે સ્વીકારવો નહીં. 26 ફેબ્રુઆરીના રોજ, અજિતદાદાના પક્ષ દ્વારા પ્રફુલ પટેલ-તટકરે દ્વારા હસ્તાક્ષરિત એક પત્ર ચૂંટણી પંચને આપવામાં આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે અમારી પાર્ટીનું બંધારણ બદલાઈ ગયું છે.

આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે જો પાર્ટી પાસે રાષ્ટ્રીય અધ્યક્ષ ન હોય, તો રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ (વર્કિંગ પ્રેસિડેન્ટ) પાસે સત્તા હશે, આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તેઓ બધા નિર્ણયો લેશે. રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ કોણ હતા? તે પ્રફુલ પટેલ હતા. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે બધી સત્તાઓ કાર્યકારી પ્રમુખ પાસે હોવી જોઈએ, પરંતુ જ્યારે સુનેત્રા કાકીને આ પત્રની જાણ થઈ, ત્યારે સુનેત્રા કાકીએ કમિશનને એક પત્ર આપ્યો, જેમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી ન થાય ત્યાં સુધી કોઈ પત્ર પર વિચાર ન કરવો જોઈએ, એવો દાવો રોહિત પવારે બુધવારે કર્યો હતો.