સપ્તાહના અંતિમ સેશનમાં ભારતીય શેરબજારોનું ગ્રીન ઝોનમાં ફ્લેટ ઓપનિંગ થયું છે. ફાઇનાન્સિયલ અને ખાનગી બેંકિંગ શેરોમાં લીલા નિશાન સાથેનો કારોબાર જોવા મળ્યો. બીજી તરફ આઇટી, મીડિયા અને રિયલ્ટી સ્ટોક્સમાં વેચવાલીનું પ્રેશર જોવા મળ્યું. માર્કેટમાં મિડ કેપ શેરોમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો તો બીજી તરફ સ્મોલ કેપમાં સપાટ કારોબાર જોવા મળ્યો.
ગુરુવારના સેશનમાં સેન્સેકસ 75,183.36ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે સેન્સેક્સ 77 પોઇન્ટના વધારા સાથે 75,260.39ની સપાટીએ સપાટ ખુલ્યો હતો. નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી ગુરુવારે 23,654.70ની સપાટીએ બંધ રહ્યો હતો. શુક્રવારે નિફ્ટી 16 પોઇન્ટના વધારા સાથે 23,671.20ની સપાટીએ ફ્લેટ ખુલ્યો હતો.
એશિયન બજારોના કેવા છે હાલ
એશિયન બજારોની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટી, નિક્કેઇ સ્ટ્રેટ ટાઇમ્સ, હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, સેટ કોમ્પોઝિટ, શાંઘાઇ કોમ્પોઝિટ, જકાર્તા કોમ્પોઝિટ સહિતના એશિયન બજારો ગ્રીન ઝોનમાં કારોબાર કરતા જોવા મળ્યા.
નિફ્ટી ટોપ ગેઇનર્સ
નિફ્ટીમાં ટોપ ગેઇનર્સ શેરોની વાત કરીએ તો icici bank, sbi લાઇફ ઇન્સ્યોરન્સ, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેંક, અલ્ટ્રા ટેક સિમેન્ટના શેરોમાં ખરીદીનો મૂડ જોવા મળ્યો
નિફ્ટી ટોપ લૂઝર્સ
નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીએ તો મેક્સ હેલ્થકેર, પાવરગ્રિડ કોર્પોરેશન, આઇટીસી, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટીસીએસના શેરો લાલ નિશાનમાં કારોબાર કરતા જોવા મળ્યા.
રૂપિયો વધુ નબળો પડ્યો
બીજી તરફ ડોલર સામે રુપિયામાં નરમાઇ સતત ચાલુ રહી છે. શુક્રવારે ડોલર સામે રૂપિયો 6 પૈસા ઘટી 96.26ની સપાટીએ ખુલ્યો હતો. જોકે બાદમાં તેમાં થોડોક સુધારો થયો અને રૂપિયો 15 પૈસા સુધરી 96.06ની સપાટીએ કારોબાર કરતો દેખાયો.