Tue Oct 20 2026

Logo

સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત! સેન્સેક્સ 100થી વધુ પોઇન્ટ ગગડ્યો

2026-10-19 10:07:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં ઘટાડા સાથે શરૂઆત! સેન્સેક્સ 100થી વધુ પોઇન્ટ ગગડ્યો

મુંબઈઃ ભારતીય શેર માર્કેટમાં સોમવારે શરૂઆત સામાન્ય થઈ હતી. એશિયાના શેર બજારમાં મિશ્રિત વલણ જોવા મળ્યું હતું. બ્રેંટ ક્રૂડના ભાવમાં 1.33%નો ઘટાડો થયો હતો. બ્રેંટ ક્રૂડ 108 ડૉલર/બેરલ પર આવીને અટક્યું હતું. જ્યારે ડૉલર ઈન્ડેક્સમાં સામાન્ય તેજી જોવા મળી હતી. અમેરિકી બોન્ડ યીલ્ડમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા બે અઠવાડિયા સુધી રોકાણકારોની નજર માર્કેટ મુવમેન્ટ પર ટકી છે.  શુક્રવારે સેન્સેક્સ 413.66 પોઈન્ટ વધીને 74,729.27 પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 148.80 પોઈન્ટના વધારા સાથે 23,146.15 પર બંધ રહ્યો. 

બેંકિંગના શેર પર અસર
આજે HDFC બેંક, ICICI બેંક અને એક્સિસ બેંકના પરિણામો બેંકિંગ શેરો પર અસર કરી શકે છે. આ ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ અને હિન્દુસ્તાન ઝિંકના પરિણામો પણ રોકાણકારોના ધ્યાન પર રહેશે. વધુમાં, જિયો (Jio) નો IPO એન્કર રોકાણકારો માટે ખુલશે. આ સાથે જ, અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોની ભારત મુલાકાત પણ ચર્ચાનો મુખ્ય વિષય રહેશે. નિફ્ટી 50 ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરીને કારણે આજે બજારમાં અસ્થિરતા વધી શકે છે. સવારે 10 વાગ્યે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 112.33 પોઈન્ટ અથવા 0.15% ઘટીને 74,616.94 ના સ્તરે પહોંચ્યો છે. બીજી તરફ, નિફ્ટી 25.20 પોઈન્ટ અથવા 0.11% ના ઘટાડા સાથે 23,120.95 પર ટ્રેડ કરી રહ્યો હતો.  ટ્રેડિંગ દરમિયાન અનેક શેરોમાં વધઘટ જોવા મળી હતી. BSE પર SJVNના શેર 52-સપ્તાહના નવા નીચા સ્તર 52.72 રૂપિયા પર પહોંચ્યા હતા અને 53.88 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યા હતા. NSE પર ફોર્ટિસ હેલ્થકેરના શેર ઘટીને 52-સપ્તાહના નીચા સ્તર 731.80 રૂપિયા પર આવી ગયા હતા, જોકે બાદમાં તેમાં સુધારો જોવા મળ્યો હતો.

વૈશ્વિક સ્તરે નબળા સંકેત
તે 0.29%ના વધારા સાથે 738.65 રૂપિયાના ભાવે ટ્રેડ થયા હતા. અલ્કેમ લેબોરેટરીઝના શેર પણ 52-સપ્તાહના નીચા સ્તર 5,002.25 રૂપિયાને સ્પર્શ્યા હતા અને 5,050 રૂપિયાના સ્તરે રહ્યા હતા. આ દરમિયાન, કેનેરા બેંકના શેરમાં 3.22%નો વધારો થયો હતો અને તે 122.10 રૂપિયાના સ્તરે પહોંચ્યા હતા. બીજી તરફ, ફેડરલ બેંકના શેરમાં 3.57%નો ઘટાડો થઈને તે 325.95 રૂપિયા પર આવ્યા હતા, એક્સિસ બેંકના શેરમાં 3.79%નો ઘટાડો થઈને તે 1,241.10 રૂપિયા પર પહોંચ્યા હતા, અને ટાટા કોમ્યુનિકેશન્સના શેરમાં 2.64%નો ઘટાડો નોંધાતા તે 1,696.80 રૂપિયાના ભાવે ટ્રેડ થયા હતા. ડાલમિયા ભારતનાં શેરમાં 0.06%નો નજીવો ઘટાડો જોવા મળ્યો હતો અને તે 1,683.40 રૂપિયાના સ્તરે હતા. વૈશ્વિક સ્તરે નબળા સંકેતો વચ્ચે બજારમાં ઘટાડા સાથે વેપારની શરૂઆત થઈ. સેન્સેક્સ 93.70 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 74,635.57 પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 12.35 પોઈન્ટ અથવા 0.05% ઘટીને 23,133.80 પર કારોબાર કરી રહ્યો હતો. શરૂઆતી કારોબારમાં 1,168 શેરોમાં વધારો અને 1,394 શેરોમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે 225 શેરો યથાવત રહ્યા.