Sat Jun 06 2026

Logo

'અન્ના હઝારે દિલ્હી જાય...' જંતર-મંતર આંદોલન પહેલા સંજય રાઉતનું મોટું નિવેદન!

2026-06-05 19:36:41
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આવતીકાલે (6 જૂને)  દિલ્હીના જંતર મંતર ખાતે નીટ (NEET) અને સીબીએસઈ (CBSE) વિવાદને લઈને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે એક મોટા આંદોલનની જાહેરાત કરી છે. આ આંદોલન પહેલા શિવસેના (UBT)ના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપતા જણાવ્યું છે કે સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ રાલેગાંવથી દિલ્હી જઈને આ યુવાનોને આશીર્વાદ અને સમર્થન આપવું જોઈએ.

કોક્રોચ જનતા પાર્ટી 6 જૂને દિલ્હી ખાતે જંતર મંતર મેદાન પર આંદોલન કરવા જઈ રહી છે ત્યારે આંદોલન પહેલા રાજ્યસભાના સાંસદ સંજય રાઉતના મોટા નિવેદને  ભારે ચર્ચાનું જોર પકડ્યું છે. આ દરમિયાન તેમને પૂછવામાં આવ્યું હતું કે તેઓ આ આંદોલનનું સમર્થન કરશે કે નહીં? તેમાં સંજય રાઉતે જવાબમાં કહ્યું હતું અમે વિચારીશું. 

આ એક આંદોલન છે. રાજકારણ સાથે આ આંદોલનનો કોઈ સબંધ નથી. સામાજિક કાર્યકર્તા અન્ના હઝારેએ દિલ્હી કોક્રોચ જનતા પાર્ટીના યુવાનોનું સમર્થન કરવા માટે જવું જોઈએ. તેમણે રાલેગાંવથી દિલ્હી જવું જોઈએ. આ યુવાનોને આશીર્વાદ આપી તેમને સહકાર આપવો જોઈએ.

કોક્રોચ જનતા પાર્ટીએ પોતાની માંગોને લઈને સરકાર અને વિપક્ષ બંને સાથે વાતચીત કરી છે.  તેઓ આ સપ્તાહમાં રાજધાનીમાં નીટ અને સીબીએસઈને લઈને હાલમાં ચાલતા વિવાદોને કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગને લઈને આંદોલનની તૈયારીઓ પણ કરી લીધી છે. સીજેપી પ્રવક્તાએ કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયામાં આયોજિત પાર્ટી પહેલા સંવાદ સંમેલનમાં કહ્યું હતું કે સરકાર દ્વારા સીબીએસસીના ચેરમેન રાહુલ સિંઘ અને સચિવ હિમાંશુ ગુપ્તાની બદલી ફક્ત દેખાડો હતો. 

કોક્રોચ જનતા પાર્ટીએ સમગ્ર દેશના યુવાનોને આ આંદોલનમાં ભાગ લેવાની અરજી કરી હતી. સીજેપીના સંસ્થાપક અભિજીત દીપકે દ્વારા 6 જૂનના થનાર વિરોધ આંદોલનમાં દેશના યુવાનોને જોડાવા માટે નિવેદન કર્યું હતું.  તેમણે કહ્યું હતું કે 'અમે બધાને આમંત્રણ આપ્યું છે, કોઈ પણ વ્યક્તિ આ આંદોલનમાં કોઈ પણ પક્ષના બેનર વગર અમારી સાથે જોડાઈ શકે છે. અમે બધા સાથે વાત કરવા તૈયાર છીએ.  તે કોઈ પણ હોય સત્તામાં હોય કે વિપક્ષમાં.'