Tue Aug 18 2026

Logo

એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે ચર્ચા કરી, કહ્યું ખલાસીઓ પર હુમલા અસ્વીકાર્ય

2026-07-31 22:06:52
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવમાં ભારતીય ખલાસીઓ પર થઇ રહેલા હુમલા અંગે ભારતે કડક વલણ અપનાવ્યું છે. તેમજ આ હુમલા અને ચિંતા પણ વ્યક્ત કરી છે. જેમાં વિદેશ મંત્રી  એસ. જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાત કરી હતી. 

તેમણે આ વિસ્તારોમાં ભારતીય ખલાસીઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે સ્પષ્ટ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય ખલાસીઓ પર હુમલા ન થવા જોઈએ.

ઈરાનના વિદેશ મંત્રી સાથે ફોન પર વાત કરી 

વિદેશ મંત્રી એસ. જયશંકરે  એક્સ પોસ્ટમાં જણાવ્યું કે, મેં આજે સાંજે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી સાથે ફોન પર વાત કરી છે. અમે આ ક્ષેત્રમાં ચાલી રહેલા તણાવ અને હુમલાઓ અંગે અમારી ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. 

ભારતે હુમલાની નિંદા કરી 

તેમણે ભાર મૂક્યો કે કોઈપણ સંજોગોમાં કોમર્શિયલ શિપિંગ અને ખલાસીઓ પર  હુમલો ન થવો જોઈએ. ભારત કોઈપણ પક્ષ દ્વારા આવા કોઈપણ હુમલાની નિંદા કરે છે. અમે વર્તમાન પરિસ્થિતિ અને ચાલી રહેલી વાટાઘાટો પર ઈરાનના મંતવ્યો પણ માંગ્યા છે. ભારત હંમેશા સંવાદ અને રાજદ્વારી પ્રયાસને સમર્થન આપે છે.