જ્યોતિષશાસ્ત્રમાં જેમની ગણતરી દેવતાઓના ગુરુ તરીકે થાય છે તે બૃહસ્પતિ આ વર્ષે બે વાર રાશિ બદલશે. ગુરુનું પહેલું રાશિ પરિવર્તન બીજી જૂન, 2026ના રોજ થશે. આ દિવસે તેઓ પોતાની ઉચ્ચ રાશિ કર્કમાં જશે. જ્યારે બીજુ પરિવર્તન 31મી ઓક્ટોબરના થશે. આ દિવસે તે સૂર્યની રાશિ સિંહમાં પ્રવેશ કરશે. દેવગુરુની બદલાતી આ ચાલને કારણે કેટલીક રાશિના જાતકોને અપરંપાર લાભ થઈ રહ્યો છે.
મુંબઈના જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગુરુનું કર્ક રાશિમાં ગોચર કેટલીક રાશિઓ માટે ભાગ્ય પલટી નાખનારું સાબિત થશે. ગુરુના કર્કમાં ગોચરથી હંસ મહાપુરુષ રાજયોગ પણ બનશે. આ યોગ ખુબ જ ભાગ્યશાળી ગણાય છે. જાણો કોને લાભ થઈ શકે. ગુરુએ 2025માં મિથુન રાશિમાં ગોચર કર્યું ત્યારથી અતિચારી થયા છે. જે આગામી 8 વર્ષ સુધી રહેશે. અતિચારી એટલે ઝડપી ચાલ. દેવગુરુ બૃહસ્પતિ અતિચારી અવસ્થામાં છે.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આ સમયગાળો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. ગુરુનું કર્ક રાશિમાં ગોચર થતાં જ તમને બંપર લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત થઈ શકે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે. આવકના સ્ત્રોતમાં વધારો થશે. જૂના રોકાણથી મોટો ફાયદો થઈ શકે. નોકરીમાં પદોન્નતિની તકો છે. માન સન્માનમાં વધારો થશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોને ખુબ શાનદાર સમય રહેશે. જો ધંધો કરતા હશો તો કોઈ મોટી ડીલ થઈ શકે. કમાણીમાં મોટો ઉછાળો આવી શકે છે. માતા પિતાનો સહયોગ આર્થિક પ્રગતિ લાવશે. વિદેશ સંલગ્ન કાર્યોમાં સફળતા મળી શકે છે. કુંવારા લોકોના જીવનમાં આ સમયે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિવાળા માટે દેવગુરુ ગુરુનું ગોચર ખુબ જ શુભ રહી શકે છે. અચાનક ધનલાભની તકો ઊભી થાય. પૈતૃક સંપત્તિથી લાભ થશે. કામકાજને મામલે વિદેશ જઈ શકો છો. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેવાની છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળી શકે છે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે કર્ક રાશિમાં ગોચર કરિયરમાં ખુબ લાભ કરાવી શકે છે. શેર બજાર સંલગ્ન લોકોને અઢળક લાભ કરાવી શકે. ઘરમાં નવા મહેમાન આવી શકે. આ સમય આધ્યાત્મિક પ્રગતિનો રહેશે. આ સમયે તમારી આવકમાં વૃદ્ધિ થઈ રહી છે. જીવનસાથી સાથેના સંબંધોમાં આજે મીઠાશ આવી રહી છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.