Sat Aug 29 2026

Logo

ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરનું અપમાન? વૈભવ સૂર્યવંશી અંગેના સવાલ પૂછતાં સ્પોર્ટ્સ ફેંસ નારાજ

2026-04-28 15:32:00
Author: Savan Zalariya
ઓલિમ્પિક મેડલિસ્ટ મનુ ભાકરનું અપમાન? વૈભવ સૂર્યવંશી અંગેના સવાલ પૂછતાં સ્પોર્ટ્સ ફેંસ નારાજ

પરીસ ઓલમ્પિક 2024માં બે મેડલ જીતીને શૂટર મનુ ભાકરે ભારતનું નામ રોશન કર્યું હતું, હવે તે લોસ એન્જલસ ઓલમ્પિક 2028 માટે તૈયારી કરી રહી છે, તાજેતરમાં તેણે નેશનલ શૂટિંગ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI) ની 75મી વર્ષગાંઠ સમારોહમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમ દરમિયાન એક પત્રકારે મનુને યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી વિશે પણ સવાલ પૂછતાં વિવાદ ઉભો થયો છે.

NRAIની 75મી વર્ષગાંઠ દરમિયાન શૂટિંગ લીગ ઓફ ઈન્ડિયા, ગ્રાસરૂટ પ્રોગ્રામ્સ અને LA 2028 ઓલિમ્પિક્સ સાથે જોડાયેલી એથ્લીટ એપનું અનાવરણ કરવામાં આવ્યું, આ સમારોહમાં ભારતમાં શૂટિંગને આગળ વધારવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. એવામાં કાર્યક્રમ દરમિયાન પત્રકારોએ મનુ ભાકરને વૈભવ સૂર્યવંશી વિશે અંગે સવાલ પૂછ્યો.

પ્રશ્નના જવાબમાં મનુ ભાકરે કહ્યું, "જો વૈભવ સૂર્યવંશીને યોગ્ય માર્ગદર્શન, સકારાત્મક વાતાવરણ અને માર્ગદર્શન આપવા માટે યોગ્ય લોકો મળે, તો ઉંમર માત્ર એક આંકડો છે. મારું માનવું છે કે તે ભારતીય રમતગમતનો આગામી મોટો સ્ટાર બની શકે છે."

સોશિયલ મીડિયા પર એક ચર્ચા શરૂ એક એથ્લીટને તેની રમત વિષે સવાલ પુછવાને બદલે એક ક્રિકેટર અંગે સવાલ પૂછવો એ અપમાનજનક છે. 

સોશિયલ મીડિયા પર પત્રકારોની ટીકા:
મનુ ભાકરને આવા પ્રશ્નો પૂછવા બદલ સોશિયલ મીડિયા પર પત્રકારોની ભારે ટીકા કરવામાં આવી રહી છે.  એક યુઝર્સે કહ્યું કે શૂટિંગની ઇવેન્ટ દરમિયાન ઓલિમ્પિક મેડલ વિજેતા શૂટરને ક્રિકેટર વિશે પૂછવંભ અયોગ્ય છે. કેટલાક યુઝર્સે લખ્યું કે ભારતમાં ક્રિકેટનું જુનૂન એટલું વધારે છે કે અન્ય રમતોના ખેલાડીઓને મહત્વ નથી આપવામાં આવી રહ્યું.

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના ભૂતપૂર્વ ટીમ ડિરેક્ટર જોય ભટ્ટાચાર્યએ પણ આ મામલે કડક ટીપ્પણી કરી છે. જોય ભટ્ટાચાર્યએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "મિત્રો, તે(મનુ) એક ઓલિમ્પિક મેડલિસ્ટ છે. વૈભવ સૂર્યવંશી વિશે તે શું વિચારે છે તે પૂછવું તેની સિદ્ધિઓ અને તેની રમત સાથે અન્યાય છે. આ દેશમાં ક્રિકેટનું જુનૂન; તમારા સ્પોર્ટ્સ એડિટરને સૂર્યવંશી વિશે હેડલાઇન બનાવવા માટે અન્ય કોઈ સેલિબ્રિટીના નિવેદનની જરૂર નથી. હવે, વૈભવ સૂર્યવંશીને મનુ ભાકર વિશે પૂછવાનો પ્રયાસ કરો અને તેના ચહેરા પરના હાવભાવ જુઓ."

 

નોંધનીય છે કે હાલ ચાલી રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 19મી સિઝનમાં વૈભવ સૂર્યવંશી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે, ટૂંક સમયમાં તે ભારતીય સીનીયર ક્રિકેટ ટીમમાં પણ ડેબ્યુ કરે તેવી શક્યતા છે.