Tue Apr 28 2026

Logo

આજનું રાશિફળ (28-04-26): મંગળવાર અને એકાદશીનો શુભ સંયોગ, પાંચ રાશિના જાતકોને મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ...

2026-04-28 00:18:30
Author: Darshana Visaria
Article Image

મેષ:

મેષ રાશિના જાતકો માટે આજનો મંગળવારનો દિવસ સાહસ અને પરાક્રમમાં વધારો લાવનારો રહેશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાથી માનસિક શાંતિ મળશે. હનુમાનજીની ઉપાસના કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આર્થિક મોરચે દિવસ મધ્યમ છે, તેથી બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવો હિતાવહ છે. પરિવારમાં ભાઈ-બહેનો સાથેના સંબંધો મજબૂત બનશે. વાહન ચલાવતી વખતે ઉતાવળ ન કરવી. સાંજનો સમય મિત્રો સાથે વિતાવી શકો છો. બિઝનેસ કરી રહેલાં જાતકોને નાની નાની યોજનાઓમાંથી પણ નફો કમાવવો પડશે. માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે. 

વૃષભ: 

આજનો દિવસ આ રાશિના જાતકો માટે આર્થિક લાભની તક લઈને આવશે, પણ તમારે એની સાથે તમારા પૈસાનું નિયોજન પણ કરવું પજશે. આજે બૌદ્ધિક કાર્યોમાં રુચિ વધશે અને વિદ્યાર્થીઓ માટે દિવસ ઉત્તમ છે. વેપારમાં નવી ભાગીદારી માટેની વાતો આગળ વધી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે, જે ઘરનું વાતાવરણ આનંદમય બનાવશે. રોકાણ કરવા માટે દિવસ અનુકૂળ છે, પરંતુ ઉતાવળમાં નિર્ણય ન લેવો. લવ લાઈફમાં મધુરતા રહેશે. સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું, ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. માનસિક તાણ અનુભવાશે, એટલે રોજબરોજની જિંદગીમાં મેડિટેશન કરવું પડશે. 

મિથુન:

મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજના દિવસે પારિવારિક સુખ-સુવિધાઓમાં વધારો થશે. પ્રોપર્ટી કે મકાન ખરીદવા માટે કરેલા પ્રયત્નો સફળ થઈ શકે છે. કાર્યસ્થળ પર તમારી વાણીના પ્રભાવથી તમે ઉચ્ચ અધિકારીઓને પ્રભાવિત કરી શકશો. માતાના સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. માનસિક રીતે તમે મજબૂત અનુભવશો, જોકે કામનો બોજ થોડો વધી શકે છે. સામાજિક સ્તરે તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે. ગાયને લીલો ચારો ખવડાવવો શુભ રહેશે. નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ પગાર વધારો અને પ્રમોશનની તક લઈને આવી રહ્યો છે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં હસી-ખુશી લઈને આવી રહ્યો છે. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને ટૂંકા અંતરની યાત્રાના યોગ છે. વ્યવસાયિક ક્ષેત્રે નવા સંપર્કોથી લાભ થશે. આજે લીધેલા સાહસિક નિર્ણયો ભવિષ્યમાં મોટો ફાયદો કરાવી શકે છે. પરિવાર સાથે માંગલિક પ્રસંગમાં હાજરી આપી શકો છો. આર્થિક રીતે આવકના નવા સ્ત્રોત ઉભા થશે. મનની બેચેની દૂર થશે અને આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. શિવલિંગ પર જળ અને દૂધ અર્પણ કરવું ફાયદાકારક રહેશે. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે અને વાત લગ્ન સુધી પહોંચી શકે છે. 

સિંહ:

સિંહ રાશિના જાતકોએ આજે તમારી વાણી પર સંયમ રાખવો જરૂરી છે, નહીંતર નજીકના સંબંધીઓ સાથે વિવાદ થઈ શકે છે. આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવી અને ઉધાર આપવાનું ટાળવું. પરિવારમાં કોઈ જૂના વિવાદનો ઉકેલ આવી શકે છે. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, મોઢામાં છાલા કે ગળામાં તકલીફ થઈ શકે છે. નોકરીમાં સ્થિતિ સામાન્ય રહેશે. અચાનક ધનલાભ થવાની શક્યતા છે, પરંતુ ખર્ચ પણ તેટલો જ સામે આવશે. રાજકારણમાં આગળ વધી રહેલાં જાતકો માટે આજનો દિવસ આસપાસના લોકોથી સાવધાની રાખવાનો રહેશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થઈ શકે છે. 

કન્યા: 

કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સકારાત્મક પરિણામો લોઈને આવી ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી આજે તમે માનસિક રીતે પ્રફુલ્લિત રહેશો. તમારા અટકેલા કાર્યોમાં ગતિ આવશે અને પ્રગતિના નવા માર્ગ ખુલશે. વેપારમાં ભાગીદારો સાથે મધુરતા વધશે અને નફો પણ સારો મળશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે અને જીવનસાથીનો પૂરતો સહયોગ મળશે. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે અને જૂની માંદગીમાંથી મુક્તિ મળી શકે છે. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાનિંગ કરશે. કુંવારા લોકો આજે પોતાના પ્રેમી સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરશે. 

તુલા: 

તુલા રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે. આજના દિવસે બિનજરૂરી દોડધામ અને ખર્ચમાં વધારો થઈ શકે છે. વિદેશ જવા ઈચ્છતા લોકો માટે કોઈ માર્ગ ખુલી શકે છે. કોર્ટ-કચેરીના મામલામાં વિલંબ થવાની શક્યતા છે, તેથી ધૈર્ય રાખવું. કાર્યક્ષેત્રમાં વિરોધીઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, સાવધ રહેવું. આર્થિક રોકાણ અત્યારે ટાળવું હિતાવહ છે. રાત્રે ઊંઘમાં વિક્ષેપ પડી શકે છે. માં લક્ષ્મીની આરાધના કરવાથી આર્થિક કષ્ટમાં રાહત મળશે. 

વૃશ્ચિક:

આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. આજનો દિવસ તમારા માટે અત્યંત ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આવકમાં જંગી વધારો થવાના યોગ છે અને મિત્રો તરફથી મોટી મદદ મળી શકે છે. વ્યવસાયમાં જૂના રોકાણમાંથી શ્રેષ્ઠ વળતર પ્રાપ્ત થશે. શેરબજાર સાથે જોડાયેલા લોકો માટે દિવસ લાભદાયી છે. સંતાનોના લગ્ન કે શિક્ષણના પ્રશ્નો ઉકેલાશે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી અટકેલા કાર્યોમાં સફળતા મળશે. માતાની વાત કોઈ ખરાબ લાગી શકે છે, પણ તમે એમને કંઈ કહેશો. નહીં. નોકરી કરી રહેલાં જાતકોને આજે સહકર્મચારીઓનો સાથ-સહકાર મળશે. 

ધન: 

ધન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો ભાગદોડવાળો રહેશે. પિતૃ પક્ષ તરફથી લાભ થવાની સંભાવના છે અને પિતાના માર્ગદર્શનથી કરિયરમાં મોટો ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. વ્યવસાયિક દ્રષ્ટિએ દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે, પરંતુ ફળદાયી રહેશે. સામાજિક માન-સન્માનમાં વધારો થશે. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે નવી તકો આવશે. સ્વાસ્થ્યમાં થોડો ઉતાર-ચઢાવ આવી શકે છે, તેથી આરામ કરવો. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. સંતાન તમારી પાસે કોઈ વસ્તુ માગી શકે છે અને તમે એની માગણી પૂરી પણ કરશો. 

મકર: 

આજનો દિવસ મકર રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ થોડો ચઢાવ-ઉતાવાળો રહેશે. આજે તમને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી આજના દિવસે અશક્ય કાર્યો પણ શક્ય બનશે. ધાર્મિક યાત્રા કે પર્યટનનું આયોજન થઈ શકે છે. નોકરીમાં બદલી કે ફેરફારના યોગ છે જે તમારા માટે હિતાવહ રહેશે. વડીલોના આશીર્વાદ તમારી પ્રગતિમાં સહાયક બનશે. લાંબા ગાળાના આયોજનો માટે દિવસ શ્રેષ્ઠ છે. નસીબ સાથ આપતું હોવાથી જૂની ઉઘરાણી પતશે. શનિદેવના મંત્રનો જાપ કરવો અને ગરીબોને મદદ કરવી. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનો પ્લાન કરશો, પણ તમારે બજેટનું ખાસ ધ્યાન રાખવું પડશે. 

કુંભ: 

કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. ઘર-પરિવારમાં આજે ખુશીનો માહોલ જોવા મળશે. બિઝનેસ કરી રહેલાં જાતકોને આજે નાની નાની સ્કીમથી પણ ફાયદો થઈ રહ્યો છે. આજના દિવસે સ્વાસ્થ્ય બાબતે વિશેષ કાળજી રાખવી પડશે. વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું અને ઉતાવળ ન કરવી. આર્થિક બાબતોમાં જોખમ લેવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. ગૂઢ રહસ્યો કે જ્યોતિષ વિદ્યા તરફ રુચિ વધશે. પરિવારમાં કોઈ વાતને લઈને મનદુઃખ થઈ શકે છે, વાણીમાં નમ્રતા રાખવી. કાર્યસ્થળ પર કામનું ભારણ વધુ રહેશે. શનિવાર હોવાથી પીપળાના વૃક્ષની પૂજા કરવી અને દીવો પ્રગટાવવો.

મીન: 

મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ મધ્યમ ફળદાયી રહેવાનો છે. જીવનસાથી સાથે આજે કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે. આજે ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થવાની સંભાવના છે. જીવનસાથી સાથેનો સંબંધ વધુ ગાઢ બનશે અને તમારી વચ્ચે પ્રેમ વધશે. અવિવાહિતો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. વેપારના અર્થે કરેલો પ્રવાસ સફળ રહેશે. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતા વધશે. માનસિક ઉત્સાહ સાથે તમે દરેક પડકારનો સામનો કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ભોલેનાથને બિલીપત્ર અને સફેદ ચંદન અર્પણ કરવું. કુંવારા લોકોની મુલાકાત આજે કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે.