ગન્ગટૉકઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઇશાન ભારતના સિક્કિમ રાજ્યનો બે દિવસનો પ્રવાસ કરી રહ્યા છે અને એ દરમ્યાન મંગળવારે સવારે તેઓ આ રાજ્યના એક મેદાન પર બાળકો સાથે મન મૂકીને ફૂટબૉલ (Football) રમ્યા હતા. એમાંથી કેટલાક બાળકો આર્જેન્ટિનાના વર્લ્ડ ચૅમ્પિયન ફૂટબોલર લિયોનેલ મેસીના ચાહક છે અને કેટલાક બાળકો પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને ફૉલો કરે છે.
પીએમ મોદી (Modi) ટ્રાઉઝર અને જૅકેટ સાથે ખાસ ડ્રેસમાં ગન્ગટૉક શહેરમાં લોક ભવન નજીકના મેદાનમાં ફૂટબૉલ રમ્યા હતા. આ સૉકર સેશનથી પોતાનામાં ખૂબ ઊર્જા આવી ગઈ હોવાનું મોદીએ પછીથી સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું.
A football morning in Gangtok! We learnt, we played, we celebrated and above everything else, we enjoyed the game…. pic.twitter.com/rZ0jLey5u7
— Narendra Modi (@narendramodi) April 28, 2026
મોદીએ સોશ્યલ મીડિયામાં બાળકો સાથેની ફૂટબૉલ મૅચને લગતા ફોટોગ્રાફ શૅર કર્યા હતા. મોદીએ ખેલાડીઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા. મોદીએ બાળ ફૂટબોલર્સ પાસેથી આ રમતને લગતી થોડી કળા જાણી હતી. પછીથી મોદીએ સિક્કિમને રાજ્યનો દરજજો મળ્યો એને 50 વર્ષ પૂરા થયા એ વિશેની ક્લોઝિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો.
વડા પ્રધાને `એક્સ' પર જણાવ્યું હતું કે `સિક્કિમમાં ગન્ગટૉકની સુંદર સવારે મારા યુવાન મિત્રો સાથે ફૂટબૉલ રમવા કરતાં વિશેષ બીજો આનંદ હોઈ જ ન શકે.'
