Wed Apr 29 2026

Logo

આજનું રાશિફળ (29-04-26): ગણેશજીની કૃપાથી કઈ પાંચ રાશિઓ માટે ખુલશે ભાગ્યના દ્વાર? કોને મળશે અચાનક ધનલાભ?

2026-04-29 00:37:02
Author: Darshana Visaria
Article Image

મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો બુધવારનો દિવસ જીવનમાં સફળતા લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને ઓફિસમાં સહકર્મચારીઓનો સાથ-સહકાર મળી રહ્યો છે. આજના દિવસે તમારે સ્વાસ્થ્ય બાબતે સાવધ રહેવું પડશે, ખાસ કરીને મોસમી બીમારીઓથી બચવું. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધશે, પરંતુ તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં વિજય મળવાના યોગ છે. આર્થિક રીતે ખર્ચ પર કાપ મૂકવો જરૂરી છે, નહીંતર બજેટ ખોરવાઈ શકે છે. શત્રુઓ તમારી વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે, પણ તમે તમારી બુદ્ધિથી તેમને પરાસ્ત કરશો. મોસાળ પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે. ગણપતિ દાદાને દુર્વા અર્પણ કરવાથી વિઘ્નો દૂર થશે.

વૃષભ:
આજનો દિવસ આ રાશિના અભ્યાસ કરી રહેલાં વિદ્યાર્થીઓ અને સંતાન પક્ષ માટે આજનો દિવસ અત્યંત શ્રેષ્ઠ સાબિત થશે. ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા વિદ્યાર્થીઓને સફળતા મળશે. શેરબજાર કે લોટરી જેવા જોખમી રોકાણમાં સાવધાની રાખવી, નહીંતર નુકસાન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નવી ઊર્જાનો સંચાર થશે અને લગ્નની વાતો આગળ વધી શકે છે. તમારી સર્જનાત્મક શક્તિ ખીલી ઉઠશે. સાંજનો સમય પરિવાર સાથે આનંદ-પ્રમોદમાં પસાર થશે. માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અનુભવશો. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે,

મિથુન:
આજના દિવસ મિથુન રાશિના જાતકો માટે પારિવારિક વાતાવરણમાં થોડો ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે, તેથી ધીરજ રાખવી. માતાના સ્વાસ્થ્યમાં સુધારો થશે, જે તમને રાહત આપશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. કાર્યસ્થળ પર તમારી વાણીના પ્રભાવથી લોકો પ્રભાવિત થશે. બિનજરૂરી દલીલોથી દૂર રહેવું, નહીંતર માનસિક તણાવ વધી શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. ઘરની સજાવટ પાછળ ખર્ચ થઈ શકે છે. સંતાનને તમે આજે કોઈ જવાબદારી સોંપશો તો તે જવાબદારી સારી રીતે પૂરી કરશે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સાવધાની અને સમજી વિચારીને ઉપયોગ કરવાનો રહેશે. આજના દિવસે તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ટૂંકા અંતરની મુસાફરીના યોગ છે, જે વ્યવસાયિક દ્રષ્ટિએ ફાયદાકારક રહેશે. ભાઈ-બહેનોનો પૂરતો સહયોગ મળશે અને તેમની સાથેના સંબંધો મધુર બનશે. અટકેલા સરકારી કામોમાં ગતિ આવશે. ધાર્મિક કાર્યોમાં તમારી રુચિ વધશે. લેખન કે પત્રકારત્વ સાથે જોડાયેલા લોકો માટે દિવસ પ્રગતિકારક છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ ખભા કે હાથમાં થોડો દુખાવો અનુભવી શકો છો. આજે તમારે તમારા પૈસાનું મેનેજમેન્ટ જાળવીને આગળ વધવું પડશે.

સિંહ:
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મકતા લઈને આવી રહ્યો છે. આજે આર્થિક દ્રષ્ટિએ મોટો લાભ થવાની સંભાવના છે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. તમારી વાણીમાં મધુરતા જાળવી રાખશો તો સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે. બેંક બેલેન્સ વધશે અને બચત કરવામાં સફળ રહેશો. ખાવા-પીવામાં ધ્યાન રાખવું, ખાસ કરીને બહારનું ભોજન ટાળવું. આંખોની કાળજી રાખવી જરૂરી છે. રોકાણ માટે દિવસ અનુકૂળ છે. ઘર-પરિવારમાં આજે કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થશે.

કન્યા:
આજનો દિવસ કન્યા રાશિના જાતકો માટે જીવનમાં સફળતા અને સુખ-શાંતિ લઈને આવી રહ્યો છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી આજે તમારો પ્રભાવ અને તેજ વધશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ આજે પૂરા થઈ શકે છે. વ્યાવસાયિક સ્તરે તમને નવી તકો મળશે અને પ્રગતિના માર્ગ ખુલશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે અને જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. માનસિક રીતે તમે ખૂબ જ સ્થિર અને આત્મવિશ્વાસુ રહેશો. સામાજિક કાર્યોમાં સક્રિય રહેશો અને માન-સન્માન પ્રાપ્ત થશે. સ્વાસ્થ્યમાં સુધારો જણાશે. ઓમ બુધાય નમઃ મંત્રનો જાપ કરવો અત્યંત લાભદાયી રહેશે.

તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. આજના દિવસે ખર્ચનું પ્રમાણ વધશે, તેથી આર્થિક આયોજન કરી ચાલવું હિતાવહ છે. વિદેશ સાથે જોડાયેલા કામમાં સફળતા મળશે. કોર્ટના કેસોમાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી ગભરાવાની જરૂર નથી. રાત્રે અનિદ્રાની સમસ્યા સતાવી શકે છે, મેડિટેશન કરવું. કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓથી સાવધ રહેવું. મુસાફરી દરમિયાન કિંમતી સામાનની સંભાળ રાખવી. આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધવાથી મનને શાંતિ મળશે. કામની વ્યસ્તતા વચ્ચે આજે તમારે માતા-પિતાની સેવા માટે સમય કાઢવો પડશે.

વૃશ્ચિક:
આજનો દિવસ વૃશ્ચિક રાશિના જાતકો માટે તમારા માટે અપેક્ષા કરતા વધુ લાભદાયી સાબિત થઈ શકે છે. આવકના નવા સોર્સ ખુલશે અને અચાનક ધનલાભ થવાના યોગ છે. મિત્રોનો સહયોગ મળશે અને તેમની સાથે કોઈ મહત્વના વિષય પર ચર્ચા થશે. સંતાન પક્ષ તરફથી પણ આજે તમને પ્રગતિના સમાચાર મળશે. વ્યવસાયિક રીતે તમારી યોજનાઓ સફળ થશે. લવ લાઈફમાં રોમાન્સ વધશે. મોટા ભાઈ-બહેનોની મદદથી કોઈ મોટી સમસ્યાનો ઉકેલ આવશે. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. આજે જીવનસાથી તમારા માટે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશો.

ધન:
ધન રાશિના નોકરી કરી રહેલાં જાતકો માટે કામના સ્થળે આજે ભાગ્યનો સિતારો ચમકશે અને તમારી નેતૃત્વ ક્ષમતાની પ્રશંસા થશે. નોકરીમાં પ્રમોશન કે ઈન્ક્રીમેન્ટની વાતો આગળ વધી શકે છે. પિતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવશો. રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આજે એક પછી એક  નવી નવી તકો આવશે. વ્યાપારી મુસાફરી સફળ રહેશે. જમીન-મકાન સંબંધિત કાર્યો પૂરા થશે. માન-સન્માન અને યશની પ્રાપ્તિ થશે. સ્વાસ્થ્યમાં સુધારો થતાં તમારું મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓને આજે બૌદ્ધિક અને માનસિક બોજમાં રાહત મળી રહી છે.

મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યનો પૂરેપૂરો સાથ મળવાથી આજે તમારા અશક્ય કામો પણ પૂર્ણ થશે. ધાર્મિક યાત્રા કે મનોરંજન યાત્રાના યોગ છે. વડીલોના સહયોગથી પરિવારમાં શાંતિ જળવાશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવાના માર્ગો ખુલશે. કિસ્મત સાથ આપતી હોવાથી લોટરી કે શેરબજારમાં લાભ થઈ શકે છે. વિદેશ જવાની ઈચ્છા ધરાવતા લોકો માટે કોઈ સારા સમાચાર મળી શકે છે. મનમાં પ્રસન્નતા રહેશે અને અધ્યાત્મમાં રુચિ વધશે. શનિદેવના મંત્રનો જાપ કરવો અને જરૂરિયાતમંદને મદદ કરવી. બિઝનેસ કરી રહેલાં જાતકોને આ સમય સારો રહેશે.

કુંભ:
કુંભ રાશિના જાતકો માટે બુધવારનો દિવસ અન્ય દિવસની સરખામણીએ સારો રહેવાનો છે. જોકે, આજના દિવસે તમારે થોડી સાવધાની રાખવી પડશે, કારણ કે આઠમે ચંદ્ર હોવાથી કામમાં અવરોધ આવી શકે છે. વાહન ચલાવતી વખતે સતર્ક રહેવું અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવું. આર્થિક રીતે મોટું રોકાણ અત્યારે ટાળવું હિતાવહ છે. અચાનક કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે, પરંતુ ધીરજથી કામ લેવું. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ગુપ્ત વિદ્યાઓ કે જ્યોતિષમાં રુચિ વધશે. કોઈ જૂની વાતને લઈને મન અશાંત રહી શકે છે. ધનલાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે, જેને કારણે તમારી ખુશીનો પાર નહીં રહે.

મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા લઈને આવી રહ્યો છે આજે દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે અને જીવનસાથી સાથેનો સંબંધ ગાઢ બનશે. ભાગીદારીના વ્યવસાયમાં મોટો નફો થવાના યોગ છે. નવા વેપાર કરાર થઈ શકે છે જે ભવિષ્યમાં ફાયદો કરાવશે. સામાજિક સ્તરે તમારી લોકપ્રિયતામાં વધારો થશે. અવિવાહિત લોકો માટે લગ્નના સારા પ્રસ્તાવ આવી શકે છે. કાયદાકીય મામલાઓમાં તમારી જીત થશે. માનસિક રીતે તમે ખૂબ જ ઉર્જાવાન રહેશો. વિદેશી વેપાર સાથે જોડાયેલા લોકોને સારા સમાચાર મળશે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ ફરવા જવાનું પ્લાનિંગ કરશો.

વધુ જુઓ...