Tue Apr 28 2026

Logo

બે દીકરીઓને જન્મ આપ્યા બાદ બિકીનીમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું ટીવીની બહુરાનીએ...

2026-04-28 21:08:18
Author: Darshana Visaria
Article Image

જાણીતી ટીવી એક્ટ્રેસ રૂબીના દિલૈક હાલમાં તેના પતિ અભિનવ શુક્લા સાથે માલદીવમાં વેકેશન માણી રહી છે. રૂબિના અને અભિનવ બંને જણ ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ જાણીતા ચહેરાઓમાંથી એક છે. રૂબિના અને અભિનવને બે બાળક છે. બે બાળકોની માતા બન્યા બાદ પણ રૂબીનાએ પોતાની ફિટનેસથી ચાહકોને ચોંકાવી દીધા છે. રૂબીનાએ આ વેકેશનના કેટલાક હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને આ ફોટોમાં રૂબિનાનો બિકીની લૂક ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. 

ટીવીની લોકપ્રિય વહુ 'છોટી બહુ' ઉર્ફે રૂબીના દિલૈક હાલમાં માલદીવમાં મસ્ત ફેમિલી ટાઈમ એન્જોય કરી રહી છે. માલદીવના દરિયાકિનારા પર રૂબિના અભિનવ અને પોતાની દીકરીઓ સાથે વેકેશનની મજા માણી રહી છે. ટ્વીન્સ પુત્રીઓના જન્મ બાદ રૂબીનાએ જે રીતે પોતાનું ફિગર મેન્ટેન કર્યું છે, તે જોઈને તેના ફેન્સ આશ્ચર્યચકિત છે.

રૂબીનાએ માલદીવના વેકેશન દરમિયાન સ્ટાઈલિશ બિકીનીમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતાં ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં રૂબિના એકદમ આત્મવિશ્વાસ સાથે પોતાની ફિટ બોડી ફ્લોન્ટ કરી રહી છે. આ વેકેશનમાં તેની સાથે પતિ અભિનવ શુક્લા પણ છે. બંનેની રોમેન્ટિક કેમિસ્ટ્રી અને સમુદ્ર કિનારે વિતાવેલી પળોની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે.

બે બાળકોની માતા બન્યાના થોડા જ સમયમાં રૂબીનાએ જે રીતે રિકવરી કરી છે, તે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. ફેન્સ તેને 'સુપર મોમ' કહીને સંબોધી રહ્યા છે. તમે પણ આ વાઈરલ ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો...