મે 2026માં જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ એક અત્યંત મહત્ત્વનો રાજયોગ બનવા જઈ રહ્યો છે. જ્યારે શુક્ર અને બુધ એક જ રાશિમાં યુતિ કરે છે, ત્યારે 'લક્ષ્મી નારાયણ રાજયોગ'નું નિર્માણ થાય છે. આ યોગ ધન, સમૃદ્ધિ અને બુદ્ધિનો અદભૂત સંગમ માનવામાં આવે છે. મે મહિનાના અંતમાં આ રાજયોગનું નિર્માણ કેટલીક રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર મે મહિનો જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો રહેશે. એમાં પણ મે મહિનાના અંતમાં બુઝ અને શુક્રની મિથુન રાશિમાં યુતિ થતાં લક્ષ્મી નારાયણ રાજયોગનું નિર્માણ થશે, જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. 14મી મેના શુક્ર મિથુન રાશિમાં ગોચર કરશે અને 29મી મેના બુધ પણ આ રાશિમાં ગોચર કરશે.
જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને સંપત્તિ, વૈભવ અને સુખનું પ્રતીક માનવામાં આવે છે, જ્યારે બુધને બુદ્ધિ અને વ્યવસાયનો કારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં બુધ અને શુક્રની યુતિ કેટલીક રાશિના જાતકોને સફળતા, શાણપણ અને સામાજિક પ્રતિષ્ઠા અપાવશે.
મિથુન:
મિથુન રાશિમાં જ શુક્ર અને બુધની યુતિ થઈને આ યોગ બની રહ્યો હોવાથી આ જાતકો માટે તે સૌથી વધુ અસરકારક રહેશે. નોકરી અને કારકિર્દીમાં નોંધપાત્ર પ્રગતિ જોવા મળી શકે છે. નવી જવાબદારીઓ, પ્રમોશન અને નાણાકીય સ્થિતિ મજબૂત થવાની પૂરેપૂરી શક્યતા છે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
તુલા:
તુલા રાશિના જાતકો માટે મે મહિનામાં થનારી ગ્રહોની આ હિલચાલ ખૂબ જ મહત્ત્વની અને અનુકૂળ રહેવાની છે. આ સમયગાળો તુલા રાશિના જાતકો માટે આર્થિક લાભ લઈને આવશે. વ્યવસાયમાં મોટો નફો અને નવા સોદા થવાના પ્રબળ સંકેતો છે. રોકાણ પર સારું વળતર મળી શકે છે અને આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે.
કન્યા:
કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્યોદય અને સફળતા લઈને આવશે. લાંબા સમયથી અટકેલા કાર્યો આ યોગના પ્રભાવથી પૂર્ણ થશે. નોકરીમાં પ્રગતિની સાથે આવકમાં વધારો થવાના યોગ છે. જૂના દેવામાંથી રાહત મળી શકે છે અને દરેક પ્રયાસમાં સફળતા મળવાની સંભાવના વધશે.
ધન:
ધન રાશિના જાતકો માટે આ મે મહિનાના અંતમાં બની રહેલો આ યોગ 'ગેમ-ચેન્જર' સાબિત થઈ શકે છે. નવી નોકરીની ઉત્તમ તકો અને ભાગીદારીના કામમાં મોટો ફાયદો થઈ શકે છે. કોઈપણ જૂના વિવાદ કે મુકદ્દમાનો ઉકેલ આવી શકે છે અને વિદેશ જવાના માર્ગો પણ ખુલી શકે છે. ધનલાભ થતાં તમારી ખુશીઓનો પાર નહીં રહે.