Sat Sep 05 2026

Logo

30 એપ્રિલથી બદલાશે આ ચાર રાશિઓનું નસીબ! બુધના ગોચરથી રચાશે 'બુધાદિત્ય યોગ', જાણો કોના પર થશે ધનવર્ષા?

2026-04-28 16:40:00
Author: Darshana Visaria
30 એપ્રિલથી બદલાશે આ ચાર રાશિઓનું નસીબ! બુધના ગોચરથી રચાશે 'બુધાદિત્ય યોગ', જાણો કોના પર થશે ધનવર્ષા?

જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ અને વેપારનો કારક માનવામાં આવ્યો છે. આવા આ ગ્રહોના રાજકુમાર બુધ ગ્રહનું રાશિ પરિવર્તન હંમેશા મહત્વનું માનવામાં આવે છે અને 30મી એપ્રિલ 2026ના રોજ બુધ તેની નીચ રાશિ મીનમાંથી બહાર નીકળીને મંગળની રાશિ મેષમાં પ્રવેશ કરશે. અહીં સૂર્ય સાથે બુધની યુતિ થતા અત્યંત શુભ ગણાતા 'બુધાદિત્ય યોગ'નું નિર્માણ થશે. બુધના આ પરિવર્તનથી 15મી મે સુધીનો સમયગાળો કેટલીક રાશિઓ માટે નસીબના દ્વાર ખોલનારો સાબિત થશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ કે જેમને બુધના આ ગોચરથી લાભ થઈ રહ્યો છે. 

મેષ: 

મેષ રાશિના જાતકો માટે ગ્રહોના રાજકુમાર બુધ તમારી જ રાશિમાં આવતો હોવાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. લાંબા સમયથી અટકી પડેલાં કોઈ કામો આજે પૂરા થશે અને આવકના નવા સ્ત્રોત ઉભા થશે. બિઝનેસમાં મોટો નફો અને પૈતૃક સંપત્તિથી લાભ મળવાના યોગ છે. 

મિથુન: 

ભાગ્યનો પૂરો સાથ મળશે. જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ માટે જવા માંગે છે તેમનું સપનું પૂરું થઈ શકે છે. જૂના રોકાણમાંથી અપેક્ષા કરતા વધુ વળતર મળવાની શક્યતા છે. આ સમયે તમને લાભ થવાની પૂરેપૂરી શક્યતા છે. બેંક બેલેન્સમાં વધારો થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. 

સિંહ: 

સિંહ રાશિના જાતકો માટે બુધનું આ ગોચર નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે અને કોઈ મોટી જવાબદારી મળી શકે છે. બેંક બેલેન્સમાં અચાનક વધારો જોવા મળશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મીઠાશ આવશે. 

ધન: 

ધન રાશિના જાતકો માટે આ સમયગાળો અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આ સમયે તમને અપરંપાર ધનલાભ થઈ રહ્યો છે. તમારી સુખ-સુવિધાઓમાં વધારો થશે. નવું વાહન કે પ્રોપર્ટી ખરીદવા માટે આ ઉત્તમ સમય છે. અટકેલા નાણાં પરત મળશે અને અચાનક ધનલાભ થવાની પ્રબળ સંભાવના છે.

વધુ જુઓ...