Wed Apr 29 2026

Logo

બેંગલુરુમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી થતા સાત લોકોના મોત, વળતરની જાહેરાત

2026-04-29 22:41:02
Author: Chandrakant Kanoja
Article Image

બેંગલુરુ: કર્ણાટકના બેંગલુરુમાં હોસ્પિટલની દિવાલ ધરાશાયી થવાથી સાત લોકોના મોત થયા છે. તેમજ  આઠ લોકો ઘાયલ થયા છે.તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ લેડી કર્ઝન હોસ્પિટલ નજીક કમ્પાઉન્ડ દિવાલ ધરાશાયી થઇ હતી. 

લોકોએ ભારે વરસાદ અને પવનથી બચવા દિવાલ પાસે આશરો લીધો  હતો

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત બોરિંગ અને લેડી કર્ઝન હોસ્પિટલમાં થયો હતો. જેમાં અમુક લોકોએ ભારે વરસાદ અને પવનથી બચવા માટે દિવાલ પાસે આશરો લીધો  હતો. તેમજ આ દિવાલ અચાનક ઘરાશાયી થતાં તેની નીચે દબાતા તેમાં સાત લોકોના મોત થયા છે. માર્યા ગયેલામાં મોટા ભાગના ફેરિયાઓ હતા. તેમજ આ દુર્ઘટનાની માહિતી મળતા જ  બચાવ ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થાનિક રહેવાસીઓની મદદથી કાટમાળ દૂર કરવામાં આવ્યો હતો. 

મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી

આ દુર્ઘટનાની જાણ થતાં જ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી. તેમજ  હોસ્પિટલમાં દાખલ દર્દીઓ સાથે પણ મુલાકાત કરી હતી. મુખ્યમંત્રી કાર્યાલયે સાત લોકોના મોતની પુષ્ટિ કરી છે.મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ  આ ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને  રૂપિયા 5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમજ આ  ઘટનાની તપાસના આદેશ પણ આપ્યા છે.