Tue Sep 15 2026

Logo

યશની ફિલ્મ ટોક્સિકની રીલિઝ ડેટ ફરી આગળ ધકેલાઈ, એક્ટરે પોસ્ટ કરીને કારણ આપ્યું

2026-04-29 19:08:36
Author: Mumbai Samachar Team
યશની ફિલ્મ ટોક્સિકની રીલિઝ ડેટ ફરી આગળ ધકેલાઈ, એક્ટરે પોસ્ટ કરીને કારણ આપ્યું

TOXIC


મુંબઈઃ સાઉથના સુપરસ્ટાર યશની આવનારી ફિલ્મ 'ટોક્સિક'ની રીલિઝ ડેટમાં ફરી ફેરફાર કરવામાં આવ્યો છે. યશે પણ આ વાતની જાણકારી આપી છે. 'KGF' સ્ટાર યશ પહેલા 19 માર્ચના રોજ રીલિઝ થવાની હતી. પણ ફિલ્મ 'ધુરંધર-ધી રીવેન્જ' સાથે ક્લેશ થવા પર મેકર્સે રીલિઝ ટાળી હતી અને તારીખમાં ફરેફાર કર્યો હતો. એ સમયે મેકર્સે ગ્લોબલ ટેન્શનનો હવાલો દેતા રીલિઝ ડેટ આગળ વધારી દેવાઈ હતી. એ પછી ફિલ્મ હવે 4 જૂનના રોજ થિયેટર્સમાં આવશે એવું સામે આવ્યું હતું પછીથી એ ડેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. 

બીજીવાર ફિલ્મની ડેટ રીશેડ્યુલ થઈ
મીડિયા રિપોર્ટ અનુસાર બુધવારે કેવીએન પ્રોડક્શન અને મોન્સ્ટર માઈન્ડ ક્રિએશને જાહેરાત કરી હતી કે, આ ફિલ્મની રીલિઝ ડેટ રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ફિલ્મ હવે 4 જૂનના બદલે અન્ય તારીખના રોજ રીલિઝ થશે. ટૂંક જ સમયમાં આ તારીખને જાહેર કરવામાં આવશે. બીજી વખત ફિલ્મની રીલિઝ ડેટને પોસ્ટપોન્ડ કરવામાં આવી છે. આ પાછળનું કારણ મેકર્સે એવું બતાવ્યું હતું કે, સિનેમાકોન ફિલ્મના પ્રદર્શન બાદ નિર્ણય લેવાયો છે. ગ્લોબલ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ઈન્ડસ્ટ્રીના સ્ટેક હોલ્ડર્સ પાસેથી સારો એવો પ્રતિસાદ પ્રાપ્ત થયો છે. આ ફિલ્મનું ડાયરેક્શન ગીતુ મોહનદાસે કર્યું હતું. જ્યારે ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટિંગમાં યશનો પણ મોટો હાથ રહ્યો છે. 

કારણ દર્શાવ્યું પણ તર્કવિહોણું
યશ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને ફિલ્મ મોડી રીલિઝ થવા પાછળનું કારણ સ્પષ્ટ કર્યું છે. યશે કહ્યું હતું કે, વર્લ્ડવાઈડ લેવલ પર રીલિઝ ડેટની જાહેરાત કરવામાં આવશે. કેટલીક ફિલ્મ અમે બનાવીએ છીએ, કેટલીક ફિલ્મ આપણને યાદ અપાવે છે કે, સિનેમા સાથે પ્રેમ કેમ થયો.ટોક્સિક આવી જ એક જર્ની છે. સિનેમાકોનમાં ફિલ્મની રજૂઆત અને ગ્લોબલ લેવલ પર મળેલી જબરદસ્ત પ્રતિક્રિયા અમારા વિશ્વાસને વધારે મજબૂત કરે છે.અમે હંમેશા માનીએ છીએ કે, આ ફિલ્મ દુનિયાભરમાં પોતાની ક્ષમતા સાથે પહોંચવા માટે હકદાર છે. 'ટોક્સિક' ફિલ્મનું શુટિંગ ખતમ થઈ ગયું છે. હાલમાં ગ્લોબલ ડિસ્ટ્રિબ્યુટર અને પાર્ટનરને ફાઈનલ કરી રહ્યા છીએ. આ ફિલ્મ ટૂંક સમયમાં દુનિયાભરના સિનેમાહોલમાં આવશે. 

ડેટ ફાઈનલ નથી
આ ફિલ્મમાં યશ સાથે કિયારા અડવાણી, નયનતારા, હુમા કુરૈશી, રૂક્મણી વસંત અને તારા સુતરિયા રોલ પ્લે કરી રહ્યા છે. બીજી તરફ સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ આ ફિલ્મની ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. હજુ સુધી આ ફિલ્મન ડેટ સામે આવી નથી એટલે કહેવું મુશ્કેલ છે કે, ફિલ્મ આખરે ક્યારે રીલિઝ થશે. ફિલ્મી દુનિયામાંથી વાવડ એવા પણ મળી રહ્યા છે કે, કિયારા હજુ કોઈ એક ફિલ્મ પર કામ કરી રહી છે. આ ફિલ્મ કે પ્રોજેક્ટનું નામ સામે આવ્યું નથી.