Mon Aug 31 2026

Logo

પીઓપીની મૂર્તિનો સાયન્ટિફિકલી નિકાલ કરવા ક્ધસલટન્ટની નિમણૂક કરાશેે

2026-06-06 08:44:00
Author: Sapna Desai
પીઓપીની મૂર્તિનો સાયન્ટિફિકલી નિકાલ કરવા ક્ધસલટન્ટની નિમણૂક કરાશેે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પ્લાસ્ટર ઓફ પેરિસની(પીઓપી) બનેલી ગણેશ મૂર્તિઓથી થતા પ્રદૂષણને રોકવા માટે આગામી વર્ષથી આ મૂર્તિઓનો સાયન્ટિફિકલી રીતે નિકાલ કરાશેે, તે માટે   ક્ધસલટન્ટની નિમણૂક કરવામાં આવવાની છે. શુક્રવારે સ્થાયી સમિતિમાં તેને લગતા પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી. આ ક્ધસલટન્ટ ગણેશ ચતુર્થી પહેલા પોતાનો અહેવાલ રજૂ કરશે, તે મુજબ ગણેશોત્સવ બાદ પીઓપીની મૂર્તિઓનો નિકાલ કરવાનું આયોજન પાલિકા પ્રશાસન કરી રહી છે.

પીઓપીની મૂર્તિઓનું કૃત્રિમ તળાવોમાં વિસર્જન કરવાના  હાઇકોર્ટના નિર્દેશ અનુસાર ગયા વર્ષે પીઓપીની  મૂર્તિઓના અવશેષોનો પ્રાયોગિક ધોરણે નાસિકમાં સાયન્ટિફિકલી  રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. અકર્મા ફાઉન્ડેશને અત્યાર સુધીમાં ૩૫૦ ટનથી વધુ મૂર્તિ પર સાયન્ટિફિકલી રીતે પુર્ન પ્રક્રિયા કરીને તેનું રિસાયક્લિંગ કરીને પ્રોડેક્ટ બનાવવાનો  પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. 
પાલિકાએ દસ ટન ગણેશ મૂર્તિઓના અવશેષોનો સાયન્ટિફિકલી રીતે રીતે નિકાલ કરવાનું કામ આ સંસ્થાને સોંપ્યું હતું. આ માટે પાલિકા પ્રશાસને ૨૦,૪૪,૦૦૦ હજાર રૂપિયા ખર્ચ્યા હતા. આ આધારે દર વર્ષે સાયન્ટિફિકલી રીતે પાલિકા હવે ગણેશ મૂર્તિઓનું વિસર્જન કરવાનું વિચાર કરી રહી છે.  તે માટે અકર્મા ફાઉન્ડેશન નામની સંસ્થાની નિમણૂક કરવામાં આવવાની છે, તેનો લગતો પ્રસ્તાવ શુક્રવારે સ્થાયી સમિતિમાં મંજૂરી માટે આવ્યો હતો. પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરે કહ્યું હતુંં કે ગણેશ મૂર્તિઓના વિસર્જન પછી ઉદ્ભવતી પર્યાવરણીય સમસ્યાનો ઉકેલ લાવવામાં આનાથી મદદ મળશે.