Sun Mar 08 2026

Logo

પીએમ મોદીએ AI ઇમ્પેક્ટ સમિટનું ઉદ્ઘાટન કર્યું, AI એક્સ્પોની મુલાકાત લીધી...

2 weeks ago
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : નવી દિલ્હીમાં આજથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં મહાકુંભ સમાન AI ઇમ્પેક્ટ સમિટ દિલ્હીના ભારત મંડપમમાં શરુ થઈ છે. આ  AI સમિટ એક્સ્પોનું  પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું હતું. તેની બાદ તેમણે  વિવિધ સ્ટોલની મુલાકાત લીધી અને AI સંબંધિત વિવિધ પ્રદર્શનોની પ્રશંસા કરી. પીએમ  મોદીએ ભારત જેન થી લઈને  સર્વમ AI અને અનેક સ્ટાર્ટઅપ્સના નવા AI પહેલ અને પ્રોટોટાઇપ્સ જોયા અને તેમની ચર્ચા કરી હતી. 

AI કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તે અંગે પેનલ ચર્ચાઓનો સમાવેશ

આજે સવારે યોજાયેલા સત્રોમાં વિવિધ નવીન અને અસરકારક વિષયો આવરી લેવામાં આવ્યા છે, જેમાં આરોગ્યસંભાળ, શિક્ષણ, બાળ સુરક્ષા અને ફાર્માસ્યુટિકલ્સ જેવા ક્ષેત્રોમાં AI કેવી રીતે મદદરૂપ થઈ શકે છે તેના પર પેનલ ચર્ચાઓનો સમાવેશ થાય છે. નવી દિલ્હીમાં ઇમ્પેક્ટ AI સમિટનું આયોજન કરીને  ભારત AI ક્ષેત્રમાં મુખ્ય ભાગીદાર તરીકે  હાજરી દર્શાવી  છે અને તેની ભૂમિકાને મજબૂત બનાવી રહ્યું છે.

ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ 

આ સમિટ વિશ્વભરના નીતિ નિર્માતાઓ, વ્યવસાયિક નેતાઓ, સંશોધકો અને નવીનતાઓને એકસાથે લાવશે. ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટ 2026 ફક્ત ચર્ચા માટેનું પ્લેટફોર્મ નથી. પરંતુ તેનો ઉદ્દેશ્ય મોટા વિચારોને પરિવર્તનશીલ પરિણામોમાં પરિવર્તિત કરવાનો છે. આ મોરચે ગ્લોબલ સાઉથમાં ભારતની ભૂમિકા મહત્વપૂર્ણ છે  અને ભારતના AI લેન્ડસ્કેપમાં થઈ રહેલા ડેવલોપમેન્ટ દર્શાવે છે. ભારત હવે ફક્ત AIનો ઉપયોગ કરનાર નથી પરંતુ વૈશ્વિક નેતા બનવા તરફ આગળ વધી રહ્યું છે.

45 થી વધુ દેશોના મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળો ભાગ  લેશે 

AI ઇમ્પેક્ટ સમિટમાં 45 થી વધુ દેશોના મંત્રી સ્તરીય પ્રતિનિધિમંડળો ભાગ લઈ રહ્યા છે જેમાં 500 થી વધુ સત્રો યોજાશે. જેમાં 3,250 થી વધુ વક્તાઓ અને પેનલ ભાગ લેશે. તેમજ આ સમિટમાં કુલ 2,50,000 મુલાકાતીઓ આવે તેવી  અપેક્ષા છે.