Tue Sep 15 2026

Logo

અનામત મુદ્દે ચિરાગ પાસવાનની સ્પષ્ટતા, કહ્યું બંધારણીય અધિકાર

2026-08-23 18:11:23
Author: Chandrakant Kanoja
અનામત મુદ્દે ચિરાગ પાસવાનની સ્પષ્ટતા, કહ્યું બંધારણીય અધિકાર

પટના: દેશના અનામતની સમીક્ષા મુદ્દે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે લોક જનશકિત પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને સ્પષ્ટતા કરી છે. આ અંગે તેમણે કહ્યું છે છે અનામત એ દેશના નાગરિકોનો મૌલિક બંધારણીય અધિકાર છે. 

ચિરાગ પાસવાન અનામતના સમર્થનમાં

જેમાં  જંતર મંતર પર અનામતમાં સુધારાની માંગણી સાથે  વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન અનામતના સમર્થનમાં આવ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે અનામત ફક્ત એટલા માટે નાબૂદ નથી કરી શકાતી  કારણ કે કેટલાક જૂથો તેને દૂર કરવાની માંગ કરે છે. 

હેતુ સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનો 

દિલ્હી જતા પૂર્વે પટના એરપોર્ટ પર પત્રકારોને જણાવ્યું હતું કે  અનામત એ એક બંધારણીય જોગવાઈ છે જેનો હેતુ સામાજિક ન્યાયને પ્રોત્સાહન આપવાનો છે. આ કોઇ  સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી છૂટ અથવા ખેરાત નથી. તેમણે વધુમાં જણાવ્યું કે સામાજિક ભેદભાવ આજે પણ થાય છે. તેમજ સામાજિક ન્યાય અને હકારાત્મક પગલાંના મુદ્દાઓ આજે પણ સુસંગત છે.

સમીક્ષા પણ તેમની પાર્ટીને સ્વીકાર્ય નથી 

આ અંગે ચિરાગ પાસવાને ફેબ્રુઆરી 2020  વીડિયોમાં કહ્યું હતું  કે અનામતને દૂર  કરવાની વાત તો એક બાજુ છે તેની સમીક્ષા પણ તેમની પાર્ટીને સ્વીકાર્ય નથી. તેમણે જણાવ્યું હતું કે સામાજિક ન્યાય અને બંધારણની સુરક્ષા માટે જરૂરી છે.