થાણે: થાણે જિલ્લામાં સસ્તી કિંમતે ઘર અપાવવાને બહાને 80 લોકો સાથે છેતરપિંડી આચરવાના આરોપસર દંપતી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ પ્રકરણે નોંધાવાયેલી ફરિયાદને આધારે થાણે ગ્રામીણ પોલીસે રાજેન્દ્ર મોરે અને તેની પત્ની લીના મોરે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિપોઝિટર્સ (એમપીઆઇડી) એક્ટ, 1999 હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
આ કેસ બાદમાં તપાસ માટે આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો અને છેતરાયેલા લોકોને પુરાવા સાથે આગળ આવવા માટે પોલીસ અધિકારીઓએ આપીલ કરી છે.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર રાજેન્દ્ર મોરે અને તેની પત્નીએ 2015થી ટિટવાલા પૂર્વમાં પરવડે તેવા હાઉસિંગ પ્રોજેક્ટ્સ શરૂ કર્યા હતા અને ઘર ખરીદવા માગતા લોકો પાસેથી રૂપિયા લીધા હતા.
આરોપીઓએ સસ્તી કિંમતે ઘર અપાવવાને બહાને 80 જેટલા લોકો પાસેથી પચાસ લાખ રૂપિયા લીધા હતા. જોકે તેઓ બાંધકામ શરૂ કરવામાં અને આપેલી સમયમર્યાદામાં લોકોને ફ્લેટનો તાબો આપવામાં નિષ્ફળ ગયા હતા. તેમણે ભંડોળનો દુરુપયોગ કર્યો હતો અને બાદમાં તેઓ ફરાર થઇ ગયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઇ)