Tue Sep 15 2026

Logo

સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટ રેડ ઝોનમાં, નિફ્ટી 24,000ની સપાટીની નીચે, સેન્સેક્સ 557 અંક ઘટ્યો

2026-06-19 10:15:00
Author: Mumbai Samachar Team
સપ્તાહના અંતિમ સેશનમાં માર્કેટ રેડ ઝોનમાં, નિફ્ટી 24,000ની સપાટીની નીચે, સેન્સેક્સ 557 અંક ઘટ્યો

સપ્તાહના અંતિમ સેશનમાં એક્સેંચરના નરમ રેવન્યૂ ગાઇડન્સ ગ્રોથના આઉટ લુકથી આઇટી સ્ટોક્સ પર દબાણ જોવા મળી રહ્યું છે. જો કે રિલાયન્સની એજીએમ પહેલા તેના શેરમાં બાઇંગ જોવા મળ્યું. સેન્સેક્સ તેના અગાઉના બંધ 77,409.98ની સપાટીએથી 557.12 પોઇન્ટ ઘટી 76,852.86ની સપાટીએ ઓપન થયો છે. બીજી તરફ નિફ્ટી તેના અગાઉના બંધ 24,168.00ની સપાટીએથી 176.8 પોઇન્ટ ઘટી 23,991.20ની સપાટીએ ખુલ્યો છે. 

નિફ્ટી શેરોમાં મજર કરીએ તો અદાણી એન્ટરપ્રાઇઝ, સિપ્લા, બજાજ ઓટો, ICICI  બેંક, મેક્સ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ, રિલાયન્સ વધનારા શેરોમાં સામેલ છે. એનર્જી, મીડિયા અને ફાર્મા શેરો પણ બાઇંગ મૂડમાં જોવા મળ્ય. બીજી તરફ આઇટી સેક્ટરમાં વેચવાલી હાવી થઇ ગઇ છે. આઇટીના ટોપ લૂઝર્સ શેરો પર નજર કરીએ તો ઇન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા, HCL ટેક્નોલોજી, વિપ્રોમાં ઘટાડો જોવા મળ્યો છે. આઇટી સેક્ટરમાં 6 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો. 

એશિયન માર્કેટમા હાલ

એશિયન બજારો પર નજર કરીએ તો જાપાનનો નિક્કેઇ તેજીમાં જોવા મળ્યો. જો કે હેંગસેંગ, તાઇવાન, કોસ્પી, જકાર્તા, શાંઘાઇ, સેટ કોમ્પોઝિટમા ઘટાડા તરફી કારોબાર જોવા મળ્યો.