Tue Aug 18 2026

Logo

બાન્દ્રા આગમાં એજ પરિવારના બે બાળક સહિત સાત જખમી

2026-08-15 20:19:38
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: બાન્દ્રા (પશ્ર્ચિમ)માં શનિવારે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની ઇમારતમાં આગ લાગવાથી સાત લોકો ગુંગળામણનો ભોગ બન્યા હતા. આગ લગભગ અડધા કલાકમાં કાબુમાં આવી ગઈ હતી, ત્યારબાદ ગૂંગળામણની ફરિયાદ કરનારા સાત રહેવાસીઓને હૉસ્પિટલમાં  સારવાર બાદ રજા આપવામાં આવી હતી. સાતેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

બાંન્દ્રા (પશ્ર્ચિમ)માં  સ્ટેશન રોડ પર શનિવારે સવારે ૧૦.૨૩ વાગ્યે ગ્રાઉન્ડ પ્લસ સાત માળની એમ.કે. ચેમ્બર નામની ઇમારત આવેલી છે, તેના બી વિંગમાં એક ઘરમાં આગ લાગી હતી. ઘટના સ્થળે તરત ફાયર બ્રિગ્રેડ પહોંચી ગઈ હતી આગને કાબુમાં લેવામાં આવી હતી. લગભગ અડધા કલાકની જહેમદ બાદ  સવારે ૧૦.૪૯ વાગ્યે આગ સંપૂર્ણપણે બુઝાવી દેવામાં આવી હતી. 

આ ઘટના બાદ સાત રહેવાસીઓએ ગૂંગળામણની ફરિયાદ કરી હતી., જેમાં  ગજલા જાવેદ શેખ (૪૭), જાવેદ દિલદાર શેખ (૪૮), તાહેરા ઇસ્માઇલ શેખ (૨૮), મોહિમુદ્દીન જાવેદ શેખ (આઠ), ઇસ્માઇલ અખીનુદ્દીન શેખ (૩૮), મરીહા જાવેદ શેખ (૧૨) અને મેહનૂર જાવેદ શેખ (૨૦) તરીકે થઈ છે. સાતેય વ્યક્તિઓની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું.