ભીંડઃ મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાં NH-719 પર થયેલા ભીષણ માર્ગ અકસ્માતમાં 8 શ્રમિકોના મોત થયા છે. આ ઉપરાંત અકસ્માતમા 32 શ્રમિકો ઘાયલ થયા છે. બધાને ગોહદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા, જ્યાં ગંભીર રીતે ઘાયલોને ગ્વાલિયર રેફર કરવામાં આવ્યા છે. આ દુર્ઘટના ભિંડ-ગ્વાલિયર નેશનલ હાઇવે -713 પર રાતે 1 વાગ્યે છીમકા ગામની પાસે થઇ.જ્યાં શ્રમિકોથી ભરેલી પિકઅપ અને ડમ્પર (Pickup-Dumper Collision)ની સામ સામે જોરદાર ટક્કર થઇ. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે હાઇવે પર બેઠેલી ગાયોના ઝુંડને બચાવવાના પ્રયાસમાં આ દુર્ઘટના થઇ છે.
જાણકારી અનુસાર મજૂરો લખીમપુર ખીરી જિલ્લા (ઉત્તર પ્રદેશ)ના રહેવાસી હતા, જે અનાજ રોપવાનું કામ કરવા માટે આવ્યા હતા. અને કામ પૂર્ણ થયા બાદ ઘર પરત ફરી રહ્યા હતા. મોડી રાતે પિકઅપની રફતાર પણ વધારે હતી. જ્યારે પિકઅપ છીમકા ગામ મજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલા ડમ્પર સાથે જોરદાર ટક્કર થઇ.
ગ્રામીણોની મદદથી હોસ્પિટલ મોકલાયા
અકસ્માતમાં 8 મજૂરોના મોત થયા. સૂચના મળતા જ ગોહદ ચૌરાહા થાના પોલીસે ગ્રામીણોની મદદથી બધા ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કર્યા. તો મૃતકોને મોર્ચરીમાં રાખવામાં આવ્યા છે અને તેમની ઓળખ કરવામાં આવી રહી છે. દુર્ઘટના બાદ રસ્તાર પર ટ્રાફિક જામ જેવી હાલત થઇ ગઇ. અને ક્ષતિગ્રસ્ત વાહનોને હાઇવેના કિનારે લગાવીને ટ્રાફિક હળવો કરવામાં આવ્યો.
પોલીસે શું કહ્યું
ભિંડ જિલ્લાના ગોહદ ચૌરાહા થાના ઇન્ચાર્જ રામનરેશ યાદવે જણાવ્યું કે નેશનલ હાઇવે -719 પર અડધી રાતે દુર્ઘટના થઇ. પિકઅપમાં સવાર મજૂરો ઘાનની રોપણીનું કામ કરવા આવ્યા હતા. અને કામ કરીને પરત ફરી રહ્યા હતા. ત્યારે ડંપર સાથે ટક્કર થઇ.ઘણાં પીડિત પરિવાર સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી આવી રહી છે. જેમ જેમ લોકો હોસ્પિટલ પહોંચી રહ્યા છે તેમની વધુ જાણકારી મળી રહી છે.