Mon Sep 07 2026

Logo

એરટેલ પેમેન્ટ્સ બેંકના નવા ચેરપર્સન હશે શબનમ સિંહા: સુનીલ મિત્તલ 10 વર્ષ બાદ પદ છોડશે

2026-08-18 12:30:00
Author: Mumbai Samachar Team
એરટેલ પેમેન્ટ્સ બેંકના નવા ચેરપર્સન હશે શબનમ સિંહા: સુનીલ મિત્તલ 10 વર્ષ બાદ પદ છોડશે

એરટેલ પેમેન્ટ્સ બેંકની નવી ચેરપર્સન શબનમ સિંહા હશે. તે 1 ઓક્ટોબર 2026થી આ પદ સંભાળશે. શબનમ નોન એક્ઝીક્યૂટિવ ચેરમેન સુનીલ ભારતી મિત્તલની જગ્યા લેશે. મિત્તલ 30 સપ્ટેમ્બરે પોતાનો 10 વર્ષનો કાર્યકાળ પૂરા કરીને બોર્ડમાંથી હટી જશે. 

ડો.શબનમ પાસે બેંકિંગ અને ગવર્નન્સનો 30 વર્ષનો અનુભવ

ડો.શબનમ સિંહા પાસે બેંકિંગ, ગવર્નન્સ અને ડિજિટલ ફેરફારનો 30 વર્ષથી વધુનો ગ્લોબલ અનુભવ છે. તેમણે 2010-2025 એટલે કે 15 વર્ષ વર્લ્ડ બેંકમાં લીડ સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કર્યું. જ્યાં તેમણે એશિયા, યૂરોપ અને આફ્રિકામાં 4 વર્ષ વર્લ્ડ બેંકમાં લીડ સ્પેશ્યાલિસ્ટ તરીકે કામ કર્યું. જયાં તેમણે એશિયા, યૂરોપ અને આફ્રિકામાં 4 બિલિયન ડૉલર એટલે કે અંદાજે ₹38,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સની જવાબદારી સંભાળી.

વર્લ્ડ બેંક પહેલા તેઓ IL&FS એજ્યુકેશનના CEO રહી ચૂક્યા છે અને USAID તેમજ NCERTની સાથે લાંબા સમય સુધી કામ કરી ચૂક્યા છે. હાલ તેએ એરટેલ પેમેન્ટ્સ બેંક, વેદાંતાની સાથે લાબા સમય સુધી કામ કરી ચૂક્યા છે. હાલ તેઓ એરટેલ પેમેન્ટ્સ બેંક, વેદાંતા અને ભારત ફાઇનાન્સિયલ ઇન્ક્લૂઝન જેવી મોટી સંસ્થાઓના બોર્ડમાં સામેલ છે. 
શબનમ સિંહા બોલ્યા- જવાબદારી મળવી સન્માનની વાત

ડો.શબનમે કહ્યું કે એરટેલ પેમેન્ટ્સ બેંકની કમાન સંભાળવી મારા માટે ગર્વની વાત છે, ખાસ કરીને એવા સમયે જ્યારે ડિજિટલ બેંકિંગ દેશની પ્રગતિમા સૌથી મહત્વનો રોલ નિભાવી રહ્યું છે. બેંકે સરળ ટેકનીક દ્વારા એક એવા મજબૂત અને ભરોસેમંદ સાધન તૈયાર કર્યું છે જે દેશના કરોડો લોકો સુધી બેંકિંગ સુવિધાઓ પહોચાડી રહ્યા છે. હું સુનીલ મિત્તલ જી અને બોર્ડના આ ભરોસા માટે તેમનો આભાર માનું છું. અને બેંકને આગળ લઇ જવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છું. 

એરટેલ પેમેન્ટ્સ બેંકમાં સુનીલ મિત્તલની 10 વર્ષની સફર

સુનીલ ભારતી મિત્તલ એપ્રિલ 2016માં એરટેલ પેમેન્ટ્સ બેંકના ચેરમેન બન્યા હતા. તેમના 10 વર્ષના નેતૃત્વમાં આ બેંક કમાણીના મામલે દેશની સૌથી મોટી પેમેન્ટ્સ બેંક બની ગઇ છે. આજે તેના 12.1 કરોડથી વધુ મંથલી એક્ટિવ યૂઝર્સ અને 3 કરોડથી વધુ સેવિંગ્સક એકાઉન્ટ કસ્ટમર્સ છે.