Wed Jun 10 2026

Logo

મલબાર હિલમાં ગુજરાતીમાં નામ લખેલી તખતી હટાવાઈ

2026-06-03 22:38:04
Author: Sapna Desai
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગુજરાતીઓ પ્રત્યે ફરી એક વખત મનસેએ ઝેર ઓક્યું છે. દક્ષિણ મુંબઈના  પોશ વિસ્તાર ગણાતા અને ગુજરાતી અને જૈનોની બહુમતી ધરાવતા મલબાર હિલમાં ગુજરાતી ભાષામાં લખવામાં આવેલી તખતીઓ સામે મનસેએ વાંધો ઉઠાવીને તીવ્ર આંદોલનની ચીમકી આપી હતી. એ બાદ પાલિકાએ ગુજરાતીમાં લખેલા તખતીને  હટાવી લેવાઈ હતી.

મલબાર હિલમાં એક ચોકને  જૈન મહારાજ સાહેબનું નામ આપવામાં આવ્યું હતું. માર્બલ પર ગુજરાતી ભાષામાં નામ લખવામાં આવ્યું હતું. ગુજરાતીઓ પ્રત્યે અને ગુજરાતી ભાષા સામે દ્વેશ રાખનારા મનસેએ  ગુજરાતીમાં લખેલી તખતી દૂર કરવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરવાની ધમકી આપી હતી, તેને પગલે પાલિકા દ્વારા તેને ચોકમાંથી ઉખેડી નાખવામાં આવ્યું હતું.

મનસે દ્વારા ગુજરાતીમાં લખેલી તખતીને હટાવવામાં નહીં આવે તો ધરણા અને વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી હતી. આા પૃષ્ઠભૂમિમાં પોલીસે મનસેના પદાધિકારીઓને પ્રતિબંધાત્મક નોટિસ પણ  પાઠવી હતી. મનસેના વલણ બાદ નગરપાલિકાએ હોર્ડિંગ્સ દૂર કર્યા હતા. મનસે પોતાની દરેક શાખાના વડાને તેમના વિસ્તારમાં મરાઠી સિવાયની ભાષાઓમાં હૉર્ડિંગ્સ વિશે માહિતી એકત્રિત કરવા સૂચના આપવામાં આવી હોવાનું કહેવાય છે.