Fri May 15 2026

Logo

આવી રહી છે વોટ્સએપની જોરદાર થીમેટિક અપડેટ, લૂક્સથી લઈને લાઈવ લોકેશન સુધી બધુ જ બદલશે

2026-05-14 22:55:18
Author: Mumbai Samachar Team
Article Image

કેલિફોર્નિયાઃ મેટા કંપની હવે વોટ્સએપ પ્લસ લોન્ચ કરવાના મૂડમાં છે.ખાસ વાત એ છે કે, આ અપડેટ ફ્રી નહીં હોય. પણ આ અંગે કંપનીએ હજુ સુધી કોઈ વાત કહી નથી.સબ્સ્ક્રિપ્શન વિનાના વપરાશકર્તાઓ હજુ પણ ચેટ, કોલ અને અન્ય સુવિધાઓનો ઉપયોગ કરી શકશે.પણ કેટલાક પ્રીમિયર ફીચર્સનો ઉપયોગ કરવા માટે પૈસા ખર્ચવા પડી શકે છે. WhatsApp વપરાશકર્તાઓ માટે એક મોટો ફેરફાર થવાનો છે. Meta હવે "WhatsApp Plus" નામનું એક નવું પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન ફીચર રજૂ કરી રહ્યું છે, જે ચેટિંગ અનુભવને પહેલા કરતા વધુ વ્યક્તિગત અને સ્ટાઇલિશ બનાવશે. આ ફીચર શરૂઆતમાં Android વપરાશકર્તાઓના માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને હવે ધીમે ધીમે iPhone વપરાશકર્તાઓ માટે પણ ઉપલબ્ધ થઈ રહ્યું છે. 

ચેટ્સ પિન જેવી સુવિધા

આ નવો પ્લાન કસ્ટમ થીમ્સ, એક્સક્લુઝિવ સ્ટીકરો, નવા એપ આઇકોન અને વધુ ચેટ્સ પિન કરવાની ક્ષમતા જેવી સુવિધાઓ આપે છે. આ જોતાં, WhatsApp Plus શું છે, યુઝર્સ તેમાં કઈ નવી સુવિધાઓ શોધવાની અપેક્ષા રાખી શકે છે. તે કયા ફાયદાઓ આપે છે તે બરાબર સમજવું જરૂરી છે.WhatsApp Plus એક વૈકલ્પિક માસિક સબ્સ્ક્રિપ્શન પ્લાન છે જે મેટા ખાસ કરીને એવા યુઝર્સ માટે છે જેઓ તેમના WhatsApp ઇન્ટરફેસને વધુ કસ્ટમાઇઝ કરવા માંગે છે. આ સુવિધા હાલમાં ફક્ત WhatsApp Messenger માટે જ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે WhatsApp Business વપરાશકર્તાઓને હાલમાં તેની ઍક્સેસ મળશે નહીં. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે, આ પ્રીમિયમ પ્લાન WhatsApp ઉપયોગને અસર કરશે નહીં.

ગ્લોબલ સર્ચ મળી શકે

સૌથી પહેલા તો સમગ્ર ચેટબોક્સના વ્યૂમાં ફેરફાર થઈ શકે છે. બીજી તરફ ચેટબોક્સ સાથે જોડાયેલા સોર્સમાં ફેરફાર થઈ શકે છે.જેમ કે, પહેલા યુપીનના નિશાનથી અટેચમેન્ટ જોઈન થતા હવે ડાયરેક્ટ ડોક્સને જોઈન કરી શકાય છે. 18 અલગ અલગ થીમ થિયરીને સેટ કરી શકાશે, જેના કારણે સમગ્ર ઈન્ટરેફસ ફેરવાશે.આમાં પણ યુઝર્સને ડાર્કમોડનો ફાયદો મળી રહેશે.આ સિવાય કેટલાક એક્સક્લુઝિવ સ્ટિકર અને એનિમેટેડ ઈફેક્ટ મળી રહેશે. આ સિવાય આ વખતે કંપનીએ ગિફ લાયબ્રેરી પણ અપગ્રેડ કરી છે. છેલ્લે વોટ્સએપની આવેલી અપડેટમાં વોઈસ ક્લેરિટી અને ઈમેજ ક્લેરિટી પર ખાસ ફોક્સ કરવામાં આવ્યું છે. જોકે નવી એપ્સમાં પીન સુવિધા અને ફિલ્ટ જેવા ઓપ્શન પણ મળી શકે છે. આ સિવાય કંપની અહીંયાથી જ ગ્લોબલ સર્ચના ઓપ્શનને ઓન કરી શકે છે.