પુણે: દશેરા અને દિવાળીના તહેવારો દરમિયાન મીઠાઈમાં ભેળસેળને રોકવા માટે મહારાષ્ટ્રના એફડીએએ પુરજોશમાં કાર્યવાહી હાથ ધરી કરી છે. પુણેના કસબા પેઠ, બિબવેવાડી અને બાવધન વિસ્તારોમાં કરાયેલી કાર્યવાહીમાં કર્ણાટકથી આવી રહેલા શંકાસ્પદ માવા અને પનીરનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 10 ટન માવો અને પનીર જપ્ત કરાયાં છે, જેની કિંમત આશરે ₹ 35 લાખ હોવાની માહિતી સંબધિત અધિકારીઓએ આપી હતી.
એફડીએએ કર્ણાટકથી શંકાસ્પદ ખાવા અને પનીરનું પરિવહન કરતાં ત્રણથી ચાર વાહનો અટકાવીને તપાસ હાથ ધરી હતી. જપ્ત કરાયેલા ખાદ્યપદાર્થોના પેકેટ પર ઉત્પાદનની તારીખ, બેચ સંબંધિત વિગતો અને ખાદ્ય સુરક્ષાના માપદંડો અંગેની જરૂરી માહિતી છાપેલી નહોતી. આ કારણે ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સુરક્ષા અંગે શંકા ઊભી થઈ છે.
જપ્ત કરાયેલા ખાવા અને પનીરનો જથ્થો માનવ આરોગ્ય માટે જોખમી હોવાની આશંકાને પગલે તેના નમૂનાઓ પ્રયોગશાળામાં તપાસ માટે મોકલવામાં આવશે. તપાસના અહેવાલ બાદ ખાદ્યપદાર્થો ભેળસેળયુક્ત અથવા અસુરક્ષિત હોવાનું સાબિત થાય તો આગળની કાર્યવાહી થઈ શકે છે. જોકે, હાલ જપ્ત કરાયેલા જથ્થામાં ભેળસેળ હોવાની અંતિમ પુષ્ટિ પ્રયોગશાળાના પરિણામો બાદ જ થશે.
તહેવારો દરમિયાન મીઠાઈઓ અને દૂધમાંથી બનતી વસ્તુઓની માંગ વધતી હોવાથી ભેળસેળયુક્ત ખાવા અને પનીર બજારમાં પહોંચવાની આશંકા રહે છે. તેને ધ્યાનમાં રાખીને એફડીએએ રાજ્યભરમાં તપાસ અભિયાન શરૂ કર્યું છે. પુણેમાં કરવામાં આવેલી આ કાર્યવાહીનો હેતુ ગ્રાહકો સુધી અસુરક્ષિત ખાદ્યપદાર્થો પહોંચતા અટકાવવાનો છે.