Mon Sep 14 2026

Logo

મમતા બેનર્જીએ ચૂંટણી પૂર્વે  23 લાભજનક પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કારણ

2026-03-24 21:55:00
Author: chandrakant Kanoja
મમતા બેનર્જીએ ચૂંટણી પૂર્વે  23 લાભજનક પદ પરથી રાજીનામું આપ્યું, જાણો કારણ

 

કોલકાતા : પશ્ચિમ બંગાળમા વિધાનસભા ચૂંટણી પૂર્વે સીએમ મમતા બેનર્જીએ  નિયમોનું પાલન કરીને  23  સરકારી એજન્સીઓ, સમિતિઓ અને બોર્ડના ટોચના નેતૃત્વ પદો પરથી રાજીનામું આપી દીધું છે. રાજ્યના ગૃહ વિભાગે આ બાબતે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જે પહેલાથી જ તમામ સંબંધિત વિભાગોને મોકલવામાં આવ્યું છે. 

સમિતિઓ અને બોર્ડમાંથી રાજીનામું આપ્યું

આ જાહેરનામા મુજબ  મુખ્યમંત્રીએ જે સમિતિઓ અને બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે તેમાં રાજ્ય આરોગ્ય મિશન, આરોગ્ય અને વસ્તી વિષયક સર્વેલન્સ સોસાયટી, રાજ્ય વન્યજીવન બોર્ડ, ઇકો-ટુરિઝમ સલાહકાર બોર્ડ, બાંગ્લા સંગીત મેળા આયોજન સમિતિ, પુરસ્કાર સમિતિ, નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ ઉજવણી માટેની સમિતિ, ઉર્દૂ એકેડેમીનું સંચાલક મંડળ, રાજ્ય ભૂમિ ઉપયોગ બોર્ડ, ઔદ્યોગિક રોકાણ પ્રમોશન બોર્ડ અને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળનો સમાવેશ થાય છે.

ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો

વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ પગલું ચૂંટણી માટે આદર્શ આચારસંહિતાનું કડક પાલન કરીને લેવામાં આવ્યું છે.જેનો ઉદ્દેશ્ય સરકારી પદ પરથી ઉદ્ભવતા કોઈપણ અયોગ્ય પ્રભાવના આરોપોને રોકવા અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા સુનિશ્ચિત કરવાનો છે.

આમાંના કેટલાક પદો લાભજનક ની શ્રેણીમાં આવે છે

આ ઉપરાંત મમતા બેનર્જીએ રાજીનામા આપેલા આમાંના કેટલાક પદો લાભજનક ની શ્રેણીમાં આવે છે. જે ઉમેદવારને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવી શકે છે.  તેમજ સ્થાપિત નિયમો અનુસાર ઉમેદવારોએ તેમના ઉમેદવારી પત્રો ભરતા પહેલા આવા પદો પરથી રાજીનામું આપવું જરૂરી છે.