Tue Jan 27 2026

Logo

White Logo

એક્ટર્સ ભૂલી જાઓ અને લોજીક ભૂલી જાઓ: KRKએ 'બોર્ડર 2'નો રિવ્યુ આપતા શું કહ્યું?

3 days ago
Author: Himanshu Chavada
Video

મુંબઈ: 'બોર્ડર 2' ફિલ્મ થિએટર્સમાં રિલીઝ થઈ ચૂકી છે. આ ફિલ્મને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. ફિલ્મ ક્રિટિકોએ પણ 'બોર્ડર 2' ફિલ્મનો રિવ્યુ આપવાનું શરૂ કરી દીધું છે. KRK તરીકે જાણીતા ફિલ્મ ક્રિટિક કમાલ ખાને પણ 'બોર્ડર 2' ફિલ્મનો રિવ્યુ આપ્યો છે. જોકે, KRK બોલીવૂડના એક્ટર્સનો સારો રિવ્યુ આપતા નથી. ત્યારે તેણે 'બોર્ડર 2' ફિલ્મનો કેવો રિવ્યુ આપ્યો છે, આવો જાણીએ.

બોર્ડર 2 એક શાનદાર ફિલ્મ છે

KRKએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, "ડિરેક્ટર અનુરાગ સિંહ 'બોર્ડર 2'ના  સેકન્ડ હાફને ફર્સ્ટ હાફ સાથે મેચ કરી શક્યા નથી. પરંતુ આ ભારતીય ઓડિયન્સ માટે એક ફીલ ગુડ ફિલ્મ છે. તેથી સ્ટોરી ભૂલી જાઓ, મેકિંગ ભૂલી જાઓ, એક્ટર્સ ભૂલી જાઓ અને લોજીક ભૂલી જાઓ. આ એક એવી ફિલ્મ છે, જે લોકોને ગમશે, તેથી આ ચોક્કસ હિટ થશે. મારી તરફથી 3 સ્ટાર."

પોતાની અન્ય પોસ્ટમાં KRKએ લખ્યું કે, "બોર્ડર 2 એક શાનદાર ફિલ્મ છે. ડાયરેક્ટર અનુરાગ સિંહ પોતાના સૌથી સારા ફોર્મમાં છે. તે દરેક સીન પર સંપૂર્ણ પણે કંટ્રોલમાં છે. તેમણે ટોપ ક્લાસ ડિરેક્શન કર્યું છે. દિલજીત દોસાંઝ પોતાના સૌથી સારા ફોર્મમાં છે. તે ફિલ્મનો જીવ છે." 

ઉલ્લેખનીય છે કે, 18 જાન્યુઆરીના રોજ કમાલ ખાને મુંબઈના ઓશિવારા, અંધેરી ખાતે એક રહેણાંક બિલ્ડિંગ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગની ઘટનાને લઈને પોલીસે તેની ધરપકડ કરવામાં આવી છે.