પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આઈઆઈટી દિલ્હીથી ગ્રેજ્યુએટ થનારા વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યા. આ દરમિયાન તેમનો રમુજી અંદાજ જોવા મળ્યો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, "તમારા લોકોના મનના કોઈ ખૂણામાં કંઈક બીજું ચાલી રહ્યં્ હશે. હું તો બાબા બાગેશ્વર નથી, પણ કંઈક તો ચાલતું જ હશે." પીએમે વિદ્યાર્થીઓને કહ્યું કે તેઓ પાછળ ફરીને જુઓ અને પોતાના શિક્ષકો તેમજ સપોર્ટ સ્ટાફનો આભાર માનો, કારણ કે તેઓ જિંદગીમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દિલ્હીના 57મા પદવીદાન સમારંભ (કોન્વોકેશન સેરેમની) માં ભાગ લેતા, પીએમ મોદીએ હોંશિયાર વિદ્યાર્થીઓને ઇન્સ્ટિટ્યૂટના સૌથી પ્રખ્યાત સન્માન આપ્યા, જેમાં પ્રેસિડેન્ટ ગોલ્ડ મેડલ, ડાયરેક્ટર ગોલ્ડ મેડલ, શંકર દયાલ શર્મા ગોલ્ડ મેડલ અને પરફેક્ટ ટેન ગોલ્ડ મેડલ સામેલ છે.
પ્રધાનમંત્રીએ ત્યાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા કહ્યું, "ઘણા વિદ્યાર્થીઓને તેમની સફળતા માટે મેડલ મળ્યા છે. હું આપ સૌને દિલથી અભિનંદન આપું છું. જોકે, જો તેમાં થોડી વધુ છોકરીઓ હોત તો વધુ સારું હોત. સોરી. ફક્ત એક કે બે કેમ? વધુ હોવી જોઈતી હતી. જેમ આજે તમારા પરિવાર ગર્વ અનુભવી રહ્યા છે, તેવી જ રીતે મને પણ આપ સૌ પર ગર્વ છે."
તમે તમારી યાત્રાથી સંતુષ્ટ હશો- પીએમ મોદી
પીએમ મોદીએ કહ્યું, "આજે તમે બધા અને બધા સ્ટુડન્ટ્સ આ પ્રોગ્રામમાં હાજર છે. પરંતુ મનના કોઇ ખૂણામાં કઇંક ચાલી રહ્યું હશે. દરેક સ્ટુડન્ટના મનમાં આવનારા ભવિષ્યની તસવીર હશે. તેમણે કહ્યું, "ઓરિએન્ટેશનથી લઇને કોન્વોકેશન સુધી, તમે તમારી યાત્રાથી સંતુષ્ટ હશો, પરંતુ એક નવા ચેપ્ટરની શરુઆત માટે ઉત્સાહિત પણ હશો. એટલા માટે હું જીંદગીને સંપૂર્ણ રીતે માણી લેવા કહું છું.
જતા પહેલા દરેક સદસ્યને જરુર મળો- પીએમ
પ્રધાનમંત્રીએ કહ્યું, "જ્યારે ભવિષ્યમાં તમારા પર વધુ જવાબદારીઓ હશે, ત્યારે આ યાદો તમને ભૂતકાળમાં લઈ જશે. આ ભાવનાત્મક ક્ષણોમાં, જ્યારે પણ જિંદગી તમને પાછળ વળીને જોવાની તક આપશે, તો તમે તમારી દરેક સફળતા પહેલાં આ કેમ્પસ લાઈફને યાદ કરશો. એ મિત્રો, શિક્ષકો, માર્ગદર્શકો (મેંટોર) અને સપોર્ટ સ્ટાફ જે તમારો પરિવાર બની ગયા અને તમને ઘડવાની જવાબદારી લીધી, સાથે જ આ જગ્યા જે ધીમે-ધીમે તમારું ઘર બની ગઈ, તેમનો તમે આભાર માનશો. તેમને એક અમૂલ્ય સંપત્તિ (એસેટ) ની જેમ સાચવીને રાખજો, તેમને ભૂલતા નહીં. જતાં પહેલાં, અહીંના દરેક સભ્યને ચોક્કસપણે મળજો."