જયપુરઃ સીજેપીએ ભારતભરની સરકારી શાળાઓમાં જઈને તપાસ કરવનું એલાન કર્યું છે. જેનો અત્યારે ભારે વિરોધ પણ થઈ રહ્યો છે અને ક્યાંક વખાણ પણ થઈ રહ્યાં છે. આ દરમિયાન રાજસ્થાનમાં સીજેપીના કાર્યકર્તાઓ સાથે મારપીટ થઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જયપુરના બગરૂમાં આવેલ રામપુરા-કંપરપુરા ગામમાં આવેલી સરકારી શાળીની વ્યવસ્થા જોવા માટે સીજેપીના કાર્યકર્તાઓ પહોંચ્યાં હતા. આ દરમિયાન ગામલોકોને ખબર પડતા તેઓ શાળાએ પહોંચ્યા અને સીજેપીના કાર્યકર્તાઓને તગેડી મૂક્યાં હતાં. તે પછી સીજેપીની કાર્યકર્તાઓ ગ્રામલોકો સામે ધરણા પર બેસી ગયાં હતાં.
પ્રાથમિક શાળા અંગે ગ્રામજનોએ શું કહ્યું?
ગ્રામજનો વિષ્ણુ કુમાર શર્માએ જણાવ્યું કે, તેમના ગામમાં પ્રાથમિક શાળા પહેલા પાંચમા ધોરણ સુધી ચાલતી હતી. શાળા માટે જમીન તેમના દાદાએ દાનમાં આપી હતી. તેમણે ઉલ્લેખ કર્યો કે શાળાનું મકાન 1999માં બનાવવામાં આવ્યું હતું, પરંતુ ત્યારથી કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી. આ વિસ્તાર બાગરુ વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવે છે. તેમના મતે, ધારાસભ્ય ડૉ. કૈલાશ વર્માએ ખાતરી આપી હતી કે શાળા માટે રૂપિયા 9 લાખનું બજેટ મંજૂર કરવામાં આવશે, પરંતુ જમીન પર હજુ સુધી કામ શરૂ થયું નથી.
આશુતોષ રાંકાએ ભાજપ પર લગાવ્યો મારપીટનો આરોપ
આ સમગ્ર મામલે સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ એવો આરોપ છે કે, આ ગામલોકો નહોંતા પરંતુ ભાજપના ગુંડાઓ હતા જેમણે સીજેપીના કાર્યકર્તાો સાથે મારપીટ કરી છે. આ શાળામાં આશુતોષ રાંકાએ મામલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે, રામપુરા-કંવરપુરામાં સરકારી શાળાઓ છેલ્લા ઘણાં વર્ષોથી ભેંસોના તબેલામાં ચાલી રહી છે, પરંતુ આશુતોષ રાંકા અહીં પહોંચે તે પહેલા જ ગ્રામજનોએ સીજેપીના લોકોને તગેડી મૂક્યાં હતાં.
यह वहाँ के गाँव वाले नहीं भाजपा के बुलाये हुए गुंडे है। इनका सरगना कमल प्रधान वहाँ गरीब लोगों की ज़मीन पर कब्जे का काम करता है।
— Ashutosh Ranka (@AshutoshRanka) August 21, 2026
बच्चों को भैंसों में तबेले में पढ़ाया जा रहा है, और यह रोकने पर भाजपा अपने गुंडे भेज रही है।
क्या शर्मनाक स्थिति है। https://t.co/8A3SeYvpHR https://t.co/Z4g4aHZXCq
સીજેપી કાર્યકર્તાઓની ગામની મુલાકાતનો વિરોધ શા માટે?
જો કે, અન્ય એક ગ્રામજન રાજેશ કુમાર શર્માએ સીજેપી કાર્યકર્તાઓની ગામની મુલાકાતનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ગામલોકો આવા કાર્યકર્તાઓનો વિરોધ કરશે. આ સાથે એવો આરોપ લગાવ્યો કે તેઓ શાળાના મુદ્દામાંથી રાજકીય લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વધુમાં કહ્યું કે, ભારતમાં વિરોધ કરવો કાયદેસર છે, પરંતુ વિરોધ કરવાની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ. તેમણે સીજેપી પર રાજકીય લાભ મેળવવા અને ભંડોળ એકત્ર કરવાનો આરોપ લગાવ્યો છે.
VIDEO | Jaipur, Rajasthan: Members of Cockroach Janata Party (CJP) stopped by villagers to visit a local school. A villager says, "We don't want to politicise the issue. Rs 12 lakh has been approved for our school. Villagers are capable of building the school. We had constructed… pic.twitter.com/gGNf2QYI8m
— Press Trust of India (@PTI_News) August 21, 2026
ગ્રામજનોનું કહેવું છે કે, જો સરકાર શાળા નહીં બનાવે, તો ગ્રામજનો પોતે જ તે બનાવશે, કારણ કે જમીન તેમના વડીલો દ્વારા દાનમાં આપવામાં આવી હતી અને શાળા મૂળ તેમના પ્રયત્નો દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. એક ગ્રામજને કહ્યું કે, અમે આ મુદ્દાનું રાજકારણ કરવા માંગતા નથી. અમારી શાળા માટે 12 લાખ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. ગામલોકો શાળા બનાવવા માટે સક્ષમ છે. અમે લોકોએ સાથે મળીને મંદિર બનાવ્યું છે, હવે આ સાથે મળીને શિક્ષણનું મંદિર પણ બનાવીશું.