નાંદેડ સાહિબ હુમલા બાદ સુખબીર બાદલનું પહેલું નિવેદન આવ્યું છે. સુખબીર બાદલને કહ્યું કે હું ક્યારેય ડર્યો નથી ન ડરીશ. અકાલી દળ દરેક કુર્બાની માટે તૈયાર છે.
સુખબીર બાદલે કહ્યું કે કેટલાક લોકો પંજાબનો માહોલ ખરાબ કરવા માંગે છે. દેશની શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમનો હેતુ સફળ નહીં થવા દઇએ. બન્નેવાર મારી પર ગુરુ ઘરમાં હુમલો થયો છે.
હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં સુખબીર બાદલે કહ્યું કે અમારા માટે પંજાબ ભાઇચારામાં સૌથી મહત્વનું છે. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર બાદલ પર ગુરુવારે મહારાષ્ટ્રના નાંદેડમાં તખ્ત શ્રી હજૂર સાહિબની પાસે હુમલો થયો હતો. એક વ્યક્તિએ તેમના પર કૃપાણથી હુમલો કર્યો. સુખબીરના હાથમાં ઇજા થઇ જ્યારે બચાવવાની કોશિશમાં એક પોલીસ અધિકારી પણ ઘાયલ થયા હતા.
અકાલી નેતા વિક્રમ સિંહ મજીઠિયાએ દાવો કર્યો હતો કે હુમલાખોરે ઘણી નજીકથી સુખબીર બાદલ પર હુમલો કર્યો હતો. પંરતુ ગુરુ સાહિબની કૃપાથી તો બચી ગયા. ખંજર તેમના ખભાને અડીને નીકળી ગયું. જેનાથી તેમના હાડકામાં ફ્રેક્ચર થયું અને તેમને અંદાજે 150 ટાંકા આવ્યા હતા.
બે વર્ષમાં બીજો હુમલો
અંદાજે બે વર્ષમાં સુખબીર બાદલ પર આ બીજો મોટો હુમલો છે. ડિસેમ્બર 2024 માં શ્રી હરમંદિર સાહિબની બહાર ધાર્મિક સજા હેઠળ સેવાદારની ભૂમિકા નિભાવી રહેલા સુખબીર બાદલ પર ફાયરિંગની કોશિશ થઇ હતી.પોલીસકર્મીની તત્પરતાથી તેમનો જીવ બચ્યો હતો.
સુખબીરસિંહ બાદલને ઝેડ પ્લસ સુરક્ષા મળી છે. તેમ છતાં ડિસેમ્બર 2024માં અમૃતસરના સુવર્ણ મંદિર અને હવે મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત ગુરુદ્વારા સાહિબમા તેમની એકદમ નજીક હુમલાખોર પહોચી જતા સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થયા હતા.