Fri Jun 19 2026

Logo

ગુજરાતમાં મેઘરાજાની એન્ટ્રી: છેલ્લા 24 કલાકમાં 75 તાલુકા ધમરોળાયા, હાલોલમાં સાડા ચાર ઇંચ સાથે સૌથી વધુ વરસાદ

2026-06-19 08:36:00
Author: Vimal Prajapati
Article Image

Ai Image


અમદાવાદઃ ગુજરાતમાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારમાં હળવો વરસાદ થઈ રહ્યો છે. રાજ્યામાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદની વાત કરવામાં આવે તો, 75 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. 75 તાલુકાઓમાંથી ગરમીથી 9 તાલુકા એવા છે જ્યાં 1 ઈંચથી 5 ઈંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને પંચમહાલ જિલ્લાના હાલોલમાં સૌથી વધારે સાડા ચાર ઈંચ જેટલો વરસાદ થયો છે. વરસાદ શરૂ થતા લોકોને ગરમીથી આંશિક રાહત મળી રહી છે. 

ક્યાં તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો

વિગતે વાત કરીએ તો, હાલોલમાં 4.57 ઈંચ, ગોધરામાં 3.35 ઈંચ, જંબુગોડામાં 3.15 ઈંચ, શેહરામાં 3.07 ઈંચ, બરવાળામાં 2.76 ઈંચ, કડીમાં 2.56 ઈંચ, ગોધંબામાં 2.17 ઈંચ અને મોરવા હડફમાં 2.01 ઈંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં ખાબક્યો છે. બાકી મહિસાગરના કોંઠંબા, છોટાઉદેપુરના જેતપુરપાવી, મહિસાગનાર સંતરાપુર, અમદાવાદના ધંધુકા, ગાંધીનગરના કલોલ, પંચહમલાના કાલોલ અને વડોદરાના સાવલી આ તાલુકાઓમાં એક ઈંચથી દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. 

ગુજરાતમાં આ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, અરવલ્લી, મહીસાગર,  ભરૂચ, નર્મદા, સુરત, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. 

ઉત્તર પૂર્વના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાની વાત કરવામાં આવે તો,  રાજસ્થાન, મધ્યપ્રદેશ  બિહાર, ઝારખંડ, ઓડિશા અને જમ્મુ અને કાશ્મીર સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ રાજ્યોના અનેક વિસ્તારોમાં  70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 24 જૂન સુધી નાગાલેન્ડ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 19 થી 22 જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદની શક્યતાઓ છે.