કેલિફોર્નિયાઃ ગૂગલ મેપ્સ પર સમયાંતરે એવી અપડેટ આવે છે જે જોઈને એકવાર તો ચોંકી જવાય છે. પહેલા નાઈટમોડ પછી ફૂડ એન્ડ રેસ્ટોરાંની વિગત અને પછી જે તે સ્થળને લોકેટ કરવાની અને રેટિંગ કરવાની સુવિધા સાથે ગૂગલ મેપ્સ અપડેટ થઈ ગયું છે.હવે આસ્ક મેપ ફીટર સાથે કંપનીએ એક નવી સુવિધા શરૂ કરી દીધી છે. ગૂગલ મેપ્સમાં છેલ્લા દસ વર્ષથી વધારે સમયમાં જે અપડેટ આપવામાં આવ્યા છે એમાં આ અપડેટ સૌથી મોટું અને મહત્ત્વનું હોવાનું કંપનીનું માનવું છે. આસ્ક મેપમાં પહેલીવાર Geminiની મદદ એક ફીચરને રોલઆઉટ કરવામાં આવ્યું છે. આનાથી ગૂગલ મેપ્સ પણ વધારે એક્યુરેસી અને પ્રોપરલી કામ કરશે.
હિન્દી ભાષાને મળ્યું સ્થાન
આસ્ક મેપમાં હવે હિન્દી ભાષાનો સપોર્ટ રોલઆઉટ કરવામાં આવ્યો છે. યુઝર્સને હવે અંગ્રેજી માટે આધાર રાખવાની જરૂર નથી અને અંગ્રેજી માટે કોઈને પૂછવાની પણ જરૂર નથી. અંગ્રેજીના બદલે હિન્દીમાં સામાન્ય વ્યક્તિ આસ્ક મેપમાં સવાલ કરીને જે તે રૂટને લોકેટ કરી શકે છે. આ માધ્યમ અંતર્ગત રસ્તા, હરવાફરવાની જગ્યા, જે તે રૂટ, નેશનલ હાઈવે, એક્સપ્રેસ વે, ધાબા જેવા લોકેશનને સરળતાથી ટ્રેક કરી શકાશે.
ખાસ કરીને ટ્રક ડ્રાઈવર્સને આ અંગે મોટી રાહત થશે. ગૂગલે આસ્ક મેપ ફીચરમાં એક પર્સનલ ઈન્ટેલિજન્સ ફીચર પણ રોલઆઉટ કર્યું છે. આ માટે પહેલા જીમેઈલથી એકાઉન્ટ બનાવીને મેપ્સ સાથે ક્નેક્ટ કરવાનું રહેશે. આ પછી મેપ્સ પરથી જે તે હોટેલના રીવ્યૂ, બુકિંગ, ફીચર અને રોસ્ટોરાંના મેનું સુધીની જાણકારી સરળતાથી મળી રહેશે.માત્ર જાણકારી જ નહીં આ લોકેશન પર યુઝર પોતે પણ પોતાનો પ્રતિસાદ શૅર કરી શકશે.
સજેશનમાં પણ ફેરફાર કરશે
માની લો કે, દિલ્હીથી નૈનિતાલ ફરવા જતી વખતે રસ્તામાં સારો એવો ધાબો કે રેસ્ટોરાં ક્યુ છે જે બેસીને આરામથી જમી શકાય અને રેસ્ટ લઈ શકાય એવું પૂછવામાં આવે તો રીપ્લાય એકથી એક બેસ્ટ આવશે. મેપ્સમાં જીમેઈલ ક્નેક્ટ નહીં હોય તો આ કામ નહીં કરે. આ માટે પર્સનલાઈઝ ચેનલને યુઝ કરતા પહેલા એકાઉન્ટને ક્નેક્ટ કરવાનું રહેશે. આ પછી આ ફીચરનો લાભ મળશે.
આસ્ક મેપમાં Conversation Memory ફીચર પણ છે. જો હિસ્ટ્રી સેટિંગ ઓન હશે તો ફિચર છેલ્લે થયેલી વાતચીતને યાદ રાખશે અને ટ્રેક પણ કરશે. આનાથી ફાયદો એ થશે કે, એક જ રૂટ પર બીજી કોઈ ટ્રિપ પ્લાન કરી હશે તો અથવા અગાઉ તેની ચર્ચા કરી હશે તો પહેલા અન્ય સજેશન આપતા પહેલા આ લોકેશન અને વસ્તુને સજેસ્ટ કરશે. એટલું જ નહીં, દેશના કોઈ પણ શહેરમાં લાઈવ બસ, મેટ્રો, રેલવેના લોકેશન તથા ટ્રેકિંગ માટે પણ ગૂગલ મેપ્સ કામ કરશે.
આ રીતે મેપ્સનો ઉપયોગ વ્યાપક બનશે
આસ્ક મેપ્સમાં બસ, ટ્રેન કે જે તે શહેરના મેટ્રો રેલની જાણકારી અને રૂટ અંગે પણ જાણકારી મળી જશે. આનો ટૂંકમાં અર્થ એ થયો હવે મેપ્સ માત્ર લોકેશન કે નક્શા પૂરતું જ સિમિત નથી. ઈન્ટરનેટ નહીં હોય એવા સંજોગોમાં પણ કેટલાક લોકેશનને ચોક્કસ કરશે અને ફિક્સ કરી દેશે. કંપનીના રિપોર્ટ અનુસાર મેપ્સમાં હજુ કેટલાક ફિચર્સને રોલઆઉટ કરવાના બાકી છે તો કેટલાક ફિચર માત્ર અમેરિકામાં જ રોલઆઉટ કરવામાં આવ્યા છે. ભારત જેવા શહેરમાં ટ્રાંસપોર્ટ સિસ્ટમ મજબૂત હોવાને કારણે રીયલટાઈમ ડેટા ટ્રેક કરવા માટે મેપ્સનો ઉપયોગ વ્યાપક બની રહેશે.