સ્પેસએક્સના ફાલ્કન હેવી રોકેટ દ્વારા 4.3 અબજ ડોલરના ટેલિસ્કોપનું સફળ લોન્ચિંગ
કેપ કૈનાવેરલ (અમેરિકા): અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ સૌથી લેટેસ્ટ અને ખાસ ટેલિસ્કોપને રવિવારે લોન્ચ કર્યું હતું. આ અન્ય તારાઓની આસપાસના ગ્રહોની શોધ કરશે, આ ડાર્ક એનર્જીના રહસ્યની જાણકારી મેળવશે અને બ્રહ્માંડનો એવો સર્વે કરશે જે અગાઉ ક્યારેય થયો નથી.
સ્પેસએક્સે આજે સવારે કેનેડી સ્પેસ સેન્ટરથી ફાલ્કન હેવી રોકેટ મારફતે 4.3 અબજ ડોલરના ‘રોમન સ્પેસ ટેલિસ્કોપ’ને લોન્ચ કર્યું હતું. રોમન ટેલિસ્કોપ 10 લાખ માઇલ (16 લાખ કિલોમીટર) દૂર એક અવલોકન બિંદુ તરફ ઉડાન ભરી જ્યાં નાસાનું વધુ એક મોટું સ્પેસ ટેલિસ્કોપ આવેલું છે.
બસના આકારનું નામ આ ટેલિસ્કોપ નાસાની પ્રથમ મુખ્ય ખગોળશાસ્ત્રી સ્વર્ગસ્થ નેન્સી ગ્રેસ રોમનના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેના ગંતવ્ય સ્થાન સુધી પહોંચવામાં ત્રણ મહિનાથી વધુ સમય લાગશે.
એકવાર ત્યાં પહોંચ્યા પછી તે અવકાશમાંથી બ્રહ્માંડના છૂપાયેલા ભાગો પર સૌથી વધુ વ્યાપક નજર નાખશે, તે અજોડ ગતિથી એવી ચીજોની ભાળ મેળવશે જેની કલ્પના પણ કરી શકાય નહીં.
LIVE: Today’s the day!@NASARoman is getting ready to head to its new home 1 million miles from Earth, where it will change how we view the universe. Liftoff is currently scheduled for 7:26am ET (1126 UTC). https://t.co/fJi2wd5ztm
— NASA (@NASA) August 30, 2026
નાસાના સાયન્સ મિશન ડિરેક્ટર નિકી ફોક્સે કહ્યું કે "તે હજારો સુપરનોવા, હજારો ગ્રહો, અબજો ગેલેક્સી અને અબજો તારાઓ શોધી કાઢશે. તે તેના વિશાળ ફિલ્ડ ઓફ વ્યૂના કારણે એક એવું કામ કરી શકશે જે પહેલા ક્યારેય કરી શક્યા નથી."
રોમનનું દૃશ્ય ક્ષેત્ર નાસાના હબલ સ્પેસ ટેલિસ્કોપ કરતા 100 ગણાથી વધુ પહોળું છે, જે 36 વર્ષ ભ્રમણકક્ષામાં રહ્યા પછી પણ અવકાશની શાનદાર તસવીરો મોકલી રહ્યું છે. વેબ ટેલિસ્કોપ ઘણા વર્ષો પહેલા આ કામમાં સામેલ થયું હતું. આ બ્રહ્માંડ બનાવનાર બિગ બેંગ જેટલી જૂની વસ્તુઓ પર ઝૂમ કરીને જોઈ શકે છે.
આ ત્રણેય શક્તિશાળી ટેલિસ્કોપ યુરોપિયન સ્પેસ એજન્સીના યુક્લિડ સ્પેસક્રાફ્ટ અને ચિલીમાં નેશનલ સાયન્સ ફાઉન્ડેશનના વેરા સી. રુબિન ઓબ્ઝર્વેટરી સાથે મળીને બ્રહ્માંડના કેટલાક સૌથી મોટા રહસ્યો શોધશે. લોન્ચ પહેલા સીનિયર પ્રોજેક્ટ વૈજ્ઞાનિક જૂલી મેકએનરીએ કહ્યુ કે રોમની વિશાળ પહોંચ આપણને વિચિત્ર, દુર્લભ અને અસામાન્ય ચીજો શોધવામાં મદદ કરશે.