Fri Sep 04 2026

Logo

હાઇવે નિર્માણમાં AI અને સ્માર્ટ મશીનોનો યુગ: NHAIનો મોટો નિર્ણય

2026-09-01 21:05:28
Author: Mumbai Samachar Team
હાઇવે નિર્માણમાં AI અને સ્માર્ટ મશીનોનો યુગ: NHAIનો મોટો નિર્ણય

ભારતમાં હાઇવે નિર્માણની પદ્ધતિ થશે વધુ એડવાન્સ; જાણો ગુણવત્તા અને સ્પીડ પર કેવી પડશે અસર

ભારતમાં હવે હાઇ-વે નિર્માણની પદ્ધતિ વધુ એડવાન્સ બનાવવામાં આવી રહી છે. સરકાર હાઇવે નિર્માણમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)માં અને સ્માર્ટ મશીનોના ઉપયોગ વધારવા માટે ખાસ ભાર આપી રહ્યું છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે એનએચએઆઈ (NHAI)એ હાઇ-વે પ્રોજેક્ટમાં સ્માર્ટ મશીનોની મદદ લેવામાં આવી છે.

એનએચએઆઈના નવા નિયમ અનુસાર 20 કિલોમીટરથી વધુ લાંબા અને 500 કરોડ રૂપિયાથી વધુ ખર્ચવાળા હાઇ-વે પ્રોજેક્ટ્સમાં ઓટોમેટેડ એન્ડ ઇન્ટેલિજન્ટ મશીન એડેડ કન્સ્ટ્રક્શન એટલે કે મશીનોની મદદથી થનારું સ્માર્ટ નિર્માણ જરૂરી બનશે. તેનો અર્થ એ છે કે એવા મોટા પ્રોજેક્ટ્સમાં ફક્ત મજૂરો અને સામાન્ય મશીનો પર નિર્ભર રહેવાને બદલે હવે વધુ એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. 

શું હશે AI મશીનનું કામ? 

હાઇ-વે બનાવવા દરમિયાન રસ્તાની ગુણવત્તા, જમીનની સ્થિતિ, રસ્તાની પહોળાઈ અને નિર્માણના અલગ અલગ કામો પર સતત નજર રાખવી પડે છે, એમાં થોડી પણ ભૂલ થવાથી રસ્તાઓનું આયુષ્ય ઓછું થાય છે. એઆઈ અને સ્માર્ટ મશીનોની મદદથી નિર્માણ દરમિયાન કામને વધારે સારીરીતે કરવામાં આવી શકશે. 
મશીનો રસ્તા બનાવવાના કામકાજમાં જરૂરી ડેટાને રેકોર્ડ કરી શકે છે અને એ તપાસ કરવામાં મદદ કરી શકે છે કે કામકાજ નક્કી કરેલા સ્ટાન્ડર્ડ અનુસાર થઈ રહ્યું છે કે નહીં. જેથી એન્જિનિયરો પણ કામનું નિરીક્ષણ કરવામાં સરળતા રહેશે. જો કોઈ ખામી રહે તો તેને યોગ્ય સમયે સારો કરી શકાય છે. 

ગુણવત્તા પર અસર પડશે 

એનએચએઆઈનું આ પગલું હાઇ-વે નિર્માણની ક્વોલિટીને ઉત્તમ કરવા માટે ઘણું મહત્વનું માનવામાં આવી રહ્યું છે. કેટલીકવાર માર્ગ બનાવવાના અમુક સમય બાદ જ તેમાં ખાડા કે અન્ય અડચણો જોવા મળે છે. જેનું કારણ તેની ગુણવત્તાનું યોગ્ય સમયે ધ્યાન ન રાખવાના લીધે પણ હોઈ શકે છે. સ્માર્ટ મશીનો અને એઆઈ આધારિત સિસ્ટમના નિર્માણના દરેક સ્ટેપનું ઉત્તમ નિરીક્ષણ કરી શકાય, જેથી કામમાં થનારી ભૂલોને ઓછી કરવામાં મદદ મળી શકે છે. 

કામકાજમાં આવશે ઝડપ 

એઆઈ અને મશીનોના ઉપયોગથી ફક્ત ગુણવત્તા જ નહીં પરંતુ નિર્માણની સ્પીડ પણ ઉત્તમ બની શકે છે. મોટા મશીનો અનેક એવા કામો ઓછા સમયમાં કરી શકે છે, જેમાં પહેલા વધારે સમય અને વધારે મેન પાવર જરૂરી હતું. 
જો કે એનો અર્થ એ નથી કે હાઇ-વે નિર્માણમાં માનવોની જરૂરિયાત પૂર્ણ થઈ જશે. એન્જિનિયર, ટેક્નિકલ નિષ્ણાંત અને અન્ય કર્મચારીઓની જરૂર રહેશે. ફર્ક ફક્ત એટલો હશે કે હવે તેની સાથે એઆઈ અને સ્માર્ટ મશીનો પણ કાર્ય કરશે. આમ એનએચએઆઈનો આ નિર્ણય ભારતમાં હાઇવે નિર્માણને ટેક્નોલોજી સાથે જોડવાની દિશામાં મહત્વનું કદમ છે.