બેંગ્લૂરુઃ પેસ બોલર મોહમ્મદ શમીને પર્ફોર્મન્સ કરતાં ફિટનેસના મુદ્દે ભારત વતી ઘણા મહિનાઓથી નથી રમવા મળતું એ સુવિદિત છે, પરંતુ તેણે મંગળવારે બેંગ્લૂરુમાં દુલીપ ટ્રોફીની સેમિ ફાઇનલમાં ઈસ્ટ ઝોન ટીમ વતી સેન્ટ્રલ ઝોનના હર્ષ દુબે (Harsh Dubey)નો જે રીતે કૅચ ઝીલ્યો એના પરથી તેની (શમીની) ફિટનેસ વિશે શંકા કરનારાઓને જવાબ મળી ગયો હશે.
શમી (SHAMI)એ પોતાના બૉલમાં એક હાથે હર્ષ દુબેનો વળતો કૅચ ઝીલ્યો હતો. હર્ષે શૉટ માર્યા પછી બૉલ સીધો શમી તરફ આવ્યો હતો. શમીએ એ ખૂબ નીચા બૉલને ઝીલવા કોઈ કસર બાકી નહોતી રાખી અને કૅચ ઝીલીને રહ્યો હતો.
Brilliant reflexes 👌
— BCCI Domestic (@BCCIdomestic) September 1, 2026
Mohd. Shami pulls off a fantastic one-handed-catch off his own bowling to dismiss Harsh Dubey 🙌#DuleepTrophy | #CZvEZ
Scorecard ▶️ https://t.co/kyExeix2VY pic.twitter.com/G7ZYgbpmi7
ઈસ્ટ ઝોનના ખેલાડીઓના માનવામાં જ નહોતું આવતું. ખુદ શમી પણ આશ્ચર્યમાં હોવાનું લાગ્યું હતું અને હર્ષ દુબે તો ડઘાઈ જ ગયો હતો. શમીએ એ આખી મૅચમાં સેન્ટ્રલ ઝોનની કુલ પાંચ વિકેટ લીધી હતી. ઈસ્ટ ઝોન વતી મૅચમાં સૌથી વધુ સાત વિકેટ શમીના સાથી પેસ બોલર મુકેશ કુમારે લીધી હતી.
ઉલ્લેખનીય છે કે 35 વર્ષનો મોહમ્મદ શમી ભારત વતી છેલ્લે જૂન 2023માં ટેસ્ટ મૅચ, માર્ચ 2025માં વન-ડે અને ફેબ્રુઆરી 2025માં ટી-20 રમ્યો હતો. તેના નામે કુલ 460થી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ છે.